“ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ”ના વિદ્યાર્થીઓની સિવિલ મેડિકલ કોલેજ, સુરતની શૈક્ષણિક મુલાકાત
સુરત, ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, નિયમિત રીતે શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરતી રહે છે. જે સંદર્ભે ધોરણ 11 & 12 સાયન્સનાં બાયોલોજી (B) ગ્રુપનાં વિદ્યાર્થીઓને તેમણે પસંદ કરેલા ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધી શકાય તે હેતુથી સિવિલ મેડીકલ કોલેજ કેમ્પસ તથા હોસ્પિટલની મુલાકાત કરી હતી.
જ્યાં તેઓએ સિવિલ કેમ્પસનાં વિવિધ ડિપાર્ટમેન્ટ જેવા કે, સાયકીયાટ્રી, એનાટોમી, ફાર્મેકોલોજી તથા ફોરેન્સિક મેડિસીનની મુલાકાત લીધી હતી. ઉપરાંત મેડીકલ કોલેજની પ્રયોગશાળાઓની પણ મુલાકાત લીધી હતી. વિવિધ ડિપાર્ટમેન્ટનાં ઇન્ચાર્જ તથા પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને વિષય સંબંધી ડેમોન્સ્ટ્રેશન અને જરૂરી માર્ગદર્શન અપાયું હતું.
આ માર્ગદર્શન વિદ્યાર્થીઓને તેઓની મેડીકલ તથા પેરામેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનાં સ્વપ્નને સિદ્ધ કરવામાં ઘણી મદદરૂપ નીવડી શકે તેમ હતી. તેમજ આ શૈક્ષણિક મુલાકાતે વિદ્યાર્થીઓનાં લક્ષ માટે એક નવો અભિગમ કેળવ્યો હતો. વિદ્યાર્થીઓ સાથે શાળાનાં સાયન્સ વિભાગનાં ઇન્ચાર્જ શ્રી જીગ્નેશ માંગુકીયા, બાયોલોજી શિક્ષક ડો. રાકેશ પ્રજાપતિ તથા બાયોલોજી લેબ શિક્ષિકા મોનિકા પટેલ પણ હાજર રહ્યા હતાં.