લાઈફસ્ટાઇલસુરતહેલ્થ

સુરતમાં આજથી ત્વચા વિજ્ઞાન અંગે ત્રીદિવસીય કોન્ફરન્સ

લોક જાગૃતિ અર્થે ડોક્ટર્સ દ્વારા રન અને સાયકલિંગ યોજાશે

સુરત :- ઈન્ડિયન એસોસિએશન ઓફ ડર્મેટોલોજિસ્ટ,વેનેરિયોલોજિસ્ટ અને લેપ્રોલોજિસ્ટ (IADVL) ગુજરાત સ્ટેટ બ્રાંચ દ્વારા ક્યુટિકન જીએસબી ૨૦૨૨ – ત્રિદિવસીય વાર્ષિક કોન્ફરન્સનું તા 23 થી 25 ડિસેમ્બર દરમિયાન અવધ યુટોપિયા ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સમગ્ર ગુજરાત તેમજ દેશભર માંથી ડોક્ટર્સ ભાગ લેશે અને ત્વચા(ચામડી)ના વિજ્ઞાન અંગે ચર્ચા કરશે.

ઉદઘાટન પ્રસંગે શ્રીમતી દર્શના જરદોશ- રાજ્ય મંત્રી, ટેક્ષટાઈલ અને રેલ્વે, ભારત સરકાર તથા હર્ષ સંઘવી, રાજ્ય મંત્રી- ગૃહ અને રમત ગમત, ગુજરાત સરકાર, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, મંત્રી મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા અને મેયર હેમાલી બોઘાવાલા તેમજ નર્મદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી કિશોરસિંહ ચાવડા ઉપસ્થિત રહેશે.

IADVL નાં ચેરમેન ડો. જગદીશ સખીયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે અવધ યુટોપીયા ખાતે આયોજિત ત્રિદિવસીય નેશનલ કોન્ફરન્સ “ત્વચારોગવિજ્ઞાન ક્ષેત્રે હાલના સમયમાં ત્વચાની સર્જરી, લેસર અને સૌંદર્ય શાસ્ત્રમાં થયેલી પ્રગતિ અને ઇનોવેશન” થીમ પર છે. ત્રણ દિવસીય દરમિયાન સમગ્ર ગુજરાત/ભારત માંથી શ્રેષ્ઠ ફેકલ્ટીઓ એકસાથે મંચ પર આવશે, જે ૭૦૦ થી વધુ ડોકટરોને ડર્મેટોલોજી ક્ષેત્રે હાલના સમયમાં ત્વચાની સર્જરી, લેસર અને સૌંદર્ય શાસ્ત્રમાં થયેલી પ્રગતિ અને ઇનોવેશન વિષે માહિતી શેર કરશે અને તેમને નવી ટેક્નોલોજી શીખવવામાં મદદરૂપ થશે.જેમાં ડર્માટોસર્જરી ક્ષેત્રે સૌથી વધુ લોકપ્રિય ઇન્જેક્ટેબલ્સ, લેસર, માઇક્રોબ્લેડિંગ, કેમિકલ પીલ્સ, પીઆરપી, પ્રેક્ટિસ મેનેજમેન્ટ અને અન્ય ઓફિસ પ્રક્રિયાઓ પર પ્રી-કોન્ફરન્સ ઇન્ટરેક્ટિવ વર્કશોપનો સમાવેશ થાય છે.

ઇન્ડસ્ટ્રીના લીડરો ખાસ કરીને ડર્મેટોલોજી અને કોસ્મેટોલોજી ની વિવિધ સર્જરીઓ માટે ક્રિએટીવીટી ઉભરતા ટ્રેન્ડસ પર મુખ્ય રજુઆતો ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં યુવા રીસર્ચર ફોરમ દ્વારા પેનલ ચર્ચાઓ, એવોર્ડ પેપર્સ, ફ્રી પેપર્સ, ડિબેટ્સ પણ કરવામાં આવશે. ચામડીના 5000 જેટલા રોગ અને તેમના વર્લ્ડવાઈડ થયેલા સંશોધનો અંગે પણ કોન્ફરન્સમાં ચર્ચા થશે.

વધુમાં ડૉ.સખીયા જણાવે છે, લોકો ચામડીની કાળજી બાબતે જોઈએ એટલા અવેર હોતા નથી. ઘણીવાર સારા દેખાવાની હોડમાં ચામડી સાથે ન કરવાના પ્રયોગો કરી બેસે છે જે શરીરને કદરૂપા બનાવવા સાથે જીવલેણ પણ સાબિત થઇ શકે છે. જેથી લોકોમાં આ બાબતે અવરનેસ આવે એવા હેતુથી આ ત્રણ દિવસ દરમિયાન પબ્લિક અવેરનેસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં તા -24મીએ શનિવારે સવારે સાયકલિંગ અને બીજા દિવસે રવિવારે ડોક્ટર્સ દ્વારા વોક અને રન નું આયોજન કરાયું છે. જેના દ્વારા સ્ટીરોઇડ અને ફેરનેસ ક્રીમ દ્વારા થતી નુકશાની અંગે જાગૃતતા ફેલાવવામાં આવશે તેમજ ચામડીના રોગમાં નિષ્ણાત ની સલાહ વિના કોઈપણ દવા ન વાપરવા અંગે પણ જાગૃતિ ફેલાવાશે.

ત્રિદિવસીય “ક્યુટિકોન જીએસબી ૨૦૨૨” કોન્ફરન્સનું શિડ્યુલ

૨૩ ડીસેમ્બર – લાઇવ વર્કશોપ, વીડિઓ વર્કશોપ

૨૪ ડીસેમ્બર – સેમીનાર, પેનલ ડિસ્કશન Q&A

૨૫ ડીસેમ્બર – સેમીનાર, થીસીસ અવોર્ડ પેપર્સ, પેનલ ડિસ્કશન

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button