બીજીડીસીના નવા અધ્યક્ષ તરીકે ડૉ. મનીષ રાણીંગા ની નિમણૂક
2025-26 માટે ડૉ. રિતેશ દોશી બન્યા સેક્રેટરી, સમાજસેવા અને એકેડેમિક પ્રવૃત્તિઓ પર રહેશે વિશેષ ભાર

સુરત: ભટાર ઘોડદોડ રોડ ડોક્ટર્સ ક્લબ (બીજીડીસી) માટે વર્ષ 2025-26 માટે નવા પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. ક્લબના અધ્યક્ષ તરીકે ડૉ. મનીષ રાણીંગાની તથા સેક્રેટરી તરીકે ડૉ. રિતેશ દોશીની નિમણૂક કરવામાં આવી છે. 6 એપ્રિલ 2025ના રોજ આભવા ચોકડી પાસે સ્થિત ઈશ્વર કૃપા ફાર્મ ખાતે યોજાયેલા સમારંભમાં નવી ટીમે ચાર્જ સંભાળ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે યુનિવર્સલ હોસ્પિટલ ના ન્યુરો સર્જન ડૉ. ધવલ પટેલ તથા સ્મિમેર હોસ્પિટલ, સુરતના ડીન ડૉ. દીપક હોવલે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મેહુલ કોશિયા અને અન્ય મહત્વપૂર્ણ ડોક્ટરોની હાજરીમાં નવી ટીમે કાર્યભાર સંભાળ્યો હતો. કોલર એક્સચેન્જ ડો મહેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું
અધ્યક્ષ તરીકે નિયુક્ત ડૉ. મનીષ રાણીંગાએ જણાવ્યું કે બીજીડીસી એક પ્રખ્યાત સંગઠન છે જે છેલ્લા 25 વર્ષથી ડોક્ટરો વચ્ચેના જ્ઞાનવિસ્તાર અને વ્યવસાયિક પ્રશ્નોના નિરાકરણ માટે કાર્યરત છે. વર્ષ 2025-26 દરમિયાન સંગઠન ‘બી ધ ચેન્જ’ (સમાજમાં પરિવર્તન માટે સંગઠન સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા) સૂત્ર હેઠળ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો અમલ કરશે.
તેમણે ઉમેર્યું કે, સંગઠન દ્વારા ડોક્ટરો અને તેમના પરિવારો માટે સાંસ્કૃતિક કાર્યક્રમો, સામાજિક કાર્યો અને ડોક્ટરોના હિતમાં વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવશે.વાંસદા , ડાંગ જેવા ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલ કેમ્પ, ટ્રી પ્લાન્ટેશન અને ડોનેશન જેવી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન પણ થશે.
સેક્રેટરી ડૉ. રિતેશ દોશીએ જણાવ્યું કે એકેડેમિક સેશન સાથે સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને આંતરરાષ્ટ્રીય ટૂર પણ આયોજનમાં છે. સભ્યોને અગાઉથી માહિતી આપીને વધુને વધુ જોડાણ સુનિશ્ચિત કરવામાં આવશે.
ડો.કશ્યપસિંહ ખરચીયાએ જૂના અને નવા પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી તથા જણાવ્યું કે બીજીડીસી સતત વિવિધ ક્ષેત્રોના ડોક્ટરોને જોડીને એક મંચ પર લાવી, સમાજ માટે સેવા આપી રહી છે. એમના દ્વારા આ કાર્યક્રમ માં
વૃદ્ધાશ્રમ માટે ફંડ એકત્ર કરીને સેવા કાર્ય કરવામા આવ્યું.
એડવાઈઝર તરીકે ડો.રોનક નાગોરિયા અને ડો અક્ષયસિંહ રાઠોડ , મહેમાનો નો પરિચય ડો નીરજ પટેલ તેમજ ડો રાજેન્દ્રસિંહ રાણા દ્વારા અને કાર્યક્રમ નું સંચાલન ડો હેતલકુમાર યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું