અમદાવાદઃ ડૉ દિપક લિમ્બાચીયા દેશના અગ્રણી લેપ્રોસ્કોપિક સર્જનોમાં એક છે, દેશભરમાં તબીબો માટે વ્યાપક તાલીમ શિબીર યોજીને લેપ્રોસ્કોપિના ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે. અદ્યતન ગાયનેક લેપ્રોસ્કોપિ અને ઓન્કો સર્જન અને ઈવા વિમેન્સ હોસ્પિટલ અમદાવાદના સ્થાપક ડૉ. લિમ્બાચીયાએ વર્ષ 2012થી અત્યાર સુધીમાં 1200થી વધુ તબીબોને તાલીમ આપી છે, જે સાથી તબીબી પ્રેક્ટિશનરોના માર્ગદર્શન અને સતત વ્યવસાયિક વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેઓ વિવિધ તાલીમ શિબીરોનું આયોજન કરે છે. દરેક તાલીમ શિબીરમાં દેશભરમાંથી 12-15 તબીબો ભાગ લે છે. વાર્ષિક 100થી વધુ તબીબોને તાલીમ આપવામાં આવે છે.
આ પ્રયાસ લેપ્રોસ્કોપિ પર નોંધપાત્ર અસર કરે છે, અને તે સુનિશ્ચિત કરે છે કે ક્ષેત્રમાં નવીનતમ પ્રગતિ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિસ્તરે. હાલમાં જ સુરત, રાજકોટ, પૂણે, ઇન્દોર, ભોપાલ, નોઇડા અને કોલકાતા જેવા શહેરોની પ્રતિષ્ઠિત હોસ્પિટલોના તબીબોએ બે દિવસીય તાલીમ શિબીરમાં ભાગ લીધો હતો.
શિબીરમાં ભાગ લેનાર તબીબોએ ડૉ લિમ્બાચિયાના માર્ગદર્શન હેઠળ હાર્મોનિક સ્કેલ્પેલ, અન્ય ઉચ્ચ તકનીકી સાધનોનો ઉપયોગ અને એન્ડોમેટ્રિઓસિસ, આંતરડા સાથે જોડાયેલ એન્ડોમેટ્રિઓસિસ, અંડાશયની કોથડી, રિસેક્સન અને એનાસ્ટોમોસિસ સાથે એન્ડોમેટ્રિઓસિસ જેવી જટીલ શસ્ત્રક્રિયાઓ અંગે તાલીમ મેળવી હતી.
ડૉ લિમ્બાચીયાએ જણાવ્યું હતું કે, “હું દિલથી માનું છું કે આગામી પેઢીના લેપ્રોસ્કોપિક સર્જનોને તાલીમ આપવી તે મારી પ્રતિબદ્ધતા અને જવાબદારી છે. આ યુવા તબીબોને લેપ્રોસોકપિની નવી તકનીક અંગે શીખવવા અને તેમના સર્જીકલ કૌશલ્યમાં સુધારો કરતા જોવા, તે એક ગર્વની લાગણી છે. જેનાથી તેઓ તેમના દર્દીઓની વધુ સારી સંભાળ રાખી શકશે. હું મારા જ્ઞાન અને કુશળતાને સાથી તબીબો સાથે વહેંચવા માટે પ્રતિબદ્ધ છું.”
ચેરિટેબલ પ્રયાસથી માત્ર સેંકડો તબીબોના કૌશલ્યમાં જ વધારો નથી થતો, પરંતુ એવા દર્દીઓને પણ સીધો ફાયદો થાય છે, જેમને આવશ્યક તબીબી સંભાળ મેળવવી હતી. આ પ્રોગ્રામને કારણે તાલીમ તબીબો નવી કુશળતાથી સજ્જ થઇને તેમની પ્રેક્ટિસમાં પાછા ફરે છે, અને આખરે સમગ્ર દેશમાં દર્દીની સંભાળમાં સુધારો થાય છે.