સુરત – અપોલો કેન્સર સેન્ટર્સ, મુંબઈ દ્વારા આયોજિત અપોલો કેન્સર કોન્ક્લેવની સાતમી એડિશનનો આજથી પ્રારંભ થયો હતો જેમાં 2,000થી વધુ ઓન્કોલોજીસ્ટ અને અગ્રણી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સંસ્થાનોના 400થી વધુ ફેકલ્ટી, કેન્સર કેર નિષ્ણાંતો અને સંશોધકો ભાગ લઈ રહ્યા છે. આ કાર્યક્રમ કેન્સર કેરમાં થયેલા નવીન સુધારા અને ઇનોવેશન પરની ચર્ચા પર અને સમકાલિન સારવારથી માંડીને પ્રિસિઝન ઓન્કોલોજીમાં ઊભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ કોન્ક્લેવ પેનલ ડિસ્કશન, વર્કશોપ્સ અને રિસર્ચ પ્રેઝન્ટેશનમાં જોડાતા હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે એક ડાયનેમિક પ્લેટફોર્મ પૂરું પાડે છે. મુખ્ય વક્તા અને બીજા અનેક સેશન્સ સ્થાપિત અને ઊભરતી કેન્સર કેર સારવારો અને મેનેજમેન્ટ સ્ટ્રેટેજી અંગે અમૂલ્ય આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે.
અંગો સંબંધિત સાત સાયન્ટિફિક ટ્રેક્સ, 100થી વધુ સેશન્સ અને અનેક ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ સાથે અપોલો કેન્સર કોન્ક્લેવ ઓન્કોલોજીમાં પાયાના કાર્યક્રમ તરીકે દ્રઢપણે સ્થાપિત છે. કેન્સર સામે વધુ અસરકારક રીતે અને સહાનુભૂતિ સાથે લડવા માટે સમર્પિત ઓન્કોલોજી સ્પેશિયાલિસ્ટ્સ માટે હવે તે હેલ્થકેર કેલેન્ડરમાં એક નિશ્ચિત સ્થાન બનાવી ચૂકી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ખાતે ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર ના ડિરેક્ટર ડો. એબિસાબેટ વેઇડરપાસે જણાવ્યું હતું કે “આઈએઆરસીના 2022ના અંદાજો દર્શાવે છે કે વૈશ્વિક કેન્સર ભારણ 2022માં 20 મિલિયન નવા કેસોથી વધીને 2050 સુધીમાં 35 મિલિયન સુધી પહોંચે તેવી સંભાવના છે અને તે ઓછી તથા મધ્યમ આવક ધરાવતા દેશોને મુખ્ય અસર કરશે. ભારતમાં કેન્સરનું ભારણ 2022માં 1.41 મિલિયન નવા કેસોથી વધીને 2050માં 2.69 મિલિયન કેસો સુધી પહોંચવાની સંભાવના છે.
અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ વાઇસ ચેરપર્સન સુશ્રી પ્રીથા રેડ્ડીએ જણાવ્યું હતું કે“અપોલો હોસ્પિટલ્સની 22 અપોલો કેન્સર સેન્ટર્સમાં 390થી વધુ ઓન્કોલોજીસ્ટ્સ સાથે અમે વિશ્વભરમાં શ્રેષ્ઠ હોય તેની સમકક્ષ એવી સહાનુભૂતિવાળી અને દર્દીઓને કેન્દ્રિત સંભાળ પૂરી પાડીએ છીએ. અપોલો કેન્સર કોન્ક્લેવનું ઉદ્ઘાટન ભારત તથા વિશ્વના લોકોને ઉચ્ચ કક્ષાની હેલ્થકેર પૂરી પાડવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે.”
અપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ ખાતે ગ્રુપ ઓન્કોલોજી અને ઇન્ટરનેશનલના પ્રેસિડેન્ટ ડો. દિનેશ માધવને જણાવ્યું હતું કે “અમે ઓન્કોલોજીના વિકસતા ક્ષેત્રે વધુ ઊંડે ઉતરી રહ્યા છીએ કેન્સરના વહેલા નિદાનમાં નોંધપાત્ર સુધારા થઈ રહ્યા છે. આજે કેન્સર કેરનો અર્થ છે વ્યાપક અને 360 ડિગ્રી સપોર્ટ પૂરો પાડવો. કેન્સર મેનેજમેન્ટ અને ટ્રીટમેન્ટમાં ટેક્નોલોજીકલ સુધારા સાથે ગતિ જાળવી રાખીને અપોલો કેન્સર સેન્ટર્સ આ પરિવર્તનકારી સફરમાં અગ્રેસર રહે છે અને 147 દેશોના 3.5 અબજ લોકોને સેવાઓ પૂરી પાડે છે.”
પહેલા દિવસે કોન્ક્લેવની મોટી જાહેરાતો પૈકીની એકમાં અપોલોની નવી બ્રેસ્ટ કેન્સર કેર ગાઇડલાઇન્સ રજૂ કરવામાં આવી હતી જે સમગ્ર ભારતમાં બ્રેસ્ટ કેન્સરની જે પ્રકારે સારવાર હાથ ધરાય છે તેને નવેસરથી વ્યાખ્યાયિત કરશે.