એજ્યુકેશન

ધ રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ, જહાંગીરાબાદ,સુરતને JEE (ADV) 2024માં અદભૂત સફળતા 

સુરતઃ શહેર ની પ્રખ્યાત ધ રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ જહાંગીરાબાદે, NEET – 2024 બાદ JEE(ADV) – 2024 માં અદભુત પરિણામો મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓએ તેમની અથાક મહેનત અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અવિશ્વસનીય પરિણામો હાંસલ કરીને સમગ્ર સુરત શહેરનું નામ રોશન કર્યું છે.

ટોપર્સ:

રક્ષિત મોદી : AIR: ८१४

સમય પટેલ : AIR : ૫,૨૬૫

અરનવ રોય : AIR: १४,१४८

વિદ્યાર્થીઓનાં પ્રશંસાપાત્ર પ્રદર્શન :

વિદ્યાર્થીઓએ પોતાના અવિરત મહેનત અને સમર્પણ દ્વારા JEE (ADV)- 2024 પરીક્ષામાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં રક્ષિત મોદી, સમય પટેલ અને અરનવ રોયે સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિએ માત્ર તેમના જ નહિ પરંતુ સમગ્ર સ્કૂલના પ્રતિષ્ઠાને પણ ચમકાવ્યું છે. શિક્ષકો અને વાલીઓના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ અભ્યાસના દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા દાખવી છે.

આ સિદ્ધિએ સ્કૂલના ચેરમેન  રામજી માંગુકિયા, વાઈસ પ્રેસિડેન્ટ  જીગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિગ ડિરેક્ટર  કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર  આશિષ વાઘાણી અને ઉત્સાહપૂર્ણ પ્રિન્સીપાલ  વિરલ નાણાવટી અને  તુષાર પરમારે તમામ વિજેતા રત્નો અને રેડિયન્ટ ટીમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

પરિસંહાર:

JEE(ADV) – 2024 ધ રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ જહાંગીરાબાદના આ ઉત્કૃષ્ટ પરિણામો દ્વારા એ સ્પષ્ટ થાય છે કે સતત મહેનત. ગુણવત્તાપૂર્ણ શિક્ષણ અને પ્રતિબદ્ધતા સાથેનું માર્ગદર્શન કેવી રીતે શ્રેષ્ઠ પરિણામો અપાવી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button