સુરત

આડેધડ સીલિંગ ની કામગીરીના વિરોધમાં રજુઆત કરવાં આવેલા ટ્યુશન સંચાલકોને સામેથી મળવા વિપક્ષ નેતા પાયલ સાકરીયા ગયાં

વધુ ભીડને કારણે પાલિકાનાં મુખ્ય દરવાજે જ અટકાવતા પાયલ સાકરીયા સામેથી મળવા ગયાં

સુરત : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ ને લઈને સુરતમાં પણ ઠેર ઠેર ફાયર NOC નાં નામ પર આડેધડ સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હોટેલો થી લઈને વાણિજ્ય અને શૈક્ષણિક સંસ્થાઓ ને પણ સીલ મારવામાં આવી રહ્યું છે. જેની સીધી અસર લોકોના વ્યવહાર પર પણ પડી છે.

એવામાં આજે વરાછા અને કતારગામ વિસ્તારનાં ટ્યૂશન ક્લાસીસ સંચાલકો મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે રજુઆત કરવાં મોરચો લાવ્યા હતા. ટ્યૂશન ક્લાસીસ સંચાલકોએ વિરોધ પક્ષ નેતા પાયલ સાકરીયાને મળીને જણાવ્યું હતું કે, તદ્દન ગેરકાયદેસર અને જોખમી મિલ્કતોને સીલ મારવું એ સારી વાત છે. અમે પણ તેના સમર્થનમાં છીએ. પરંતુ અમે ટ્યૂશન ક્લાસીસ ચલાવીએ છે. આગામી દિવસોમાં જ શાળાઓનું શૈક્ષણિક કાર્ય શરુ થવા જઈ રહ્યું છે. એવામાં શૈક્ષણિક સંસ્થાઓને સીલિંગ મારીને બાળકો ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડાં ના થવા જોઈએ. NOC અને બીજી પ્રક્રિયાઓ પુરી કરવા અમને થોડો સમય ફાળવવાંમાં આવે. અને એ સમય પછી પણ જો જરૂરી ડોક્યુમેન્ટ ની પૂર્તિ ના થાય તો સીલિંગ મારો એ વાત વ્યાજબી છે. બાકી આમ આડેધડ સીલિંગ મારીને હોનહાર બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડાં કરવાનો મહાપાલિકાને કોઈ હક નથી.

વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ પણ ટ્યૂશન ક્લાસીસ સંચાલકોને શાંતિથી સાંભળ્યા અને જલ્દી આ બાબતે શાસકોને નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button