એજ્યુકેશન
શ્રી રણજીત ભાઇ દેસાઈ શાળામાં જ્વલંત ફાયર બ્રિગેડનું ડેમોસ્ટ્રેશન

સુરતઃ શ્રી રણજીત ભાઇ દેસાઈ શાળા નંબર 106 ના ધોરણ 6 થી 8 વિદ્યાર્થીનીઓ ને શાળાના આચાર્ય રવીન્દ્ર પાટીલ નાં માર્ગદર્શન માં અને શિક્ષક યોગેશ વ્હી. માલખેડેના સહયોગથી આગ લાગવાની સ્થિતિમાં શાળામાં રહેલ અગ્નિ શામક યંત્ર નો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી પ્રયોગ દ્વારા આપવામાં આવી અને સ્વ બચાવ કેવી રીતે કરવો તેની સમજ આપી.
તેમજ ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓની એક ટિમ બનાવાઈ જેથી સંકટ ના સમયે મદત કરી શકે.આવી રીતે તમામ બાળાઓએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો.