એજ્યુકેશનગુજરાતબિઝનેસ

16મી વાર્ષિક આઈપી સમીટમાં નિષ્ણાતોએ મજબૂત આઈપીઆર વ્યવસ્થાનો આગ્રહ રાખ્યો  

વાયજે  ત્રિવેદી- એએમએ એકેડેમી ફોર આઈપી રાઈટસના ઉપક્રમે આયોજીત 16 મી આઈપીઆર સમીટમાં નવા બિઝનેસ મોડેલ્સ ઉપર આઈપીની અસર, વ્યૂહાત્મક જોડાણોમાં આઈપીઆરની ભૂમિકા, મોનેટાઈઝીંગ આઈપી તથા અન્ય વિષયો અંગે ઊંડાણપૂર્વકની ચર્ચા થઈ હતી

અમદાવાદ, 23 જાન્યુઆરી 2023: વાયજે ત્રિવેદી- એએમએ એકેડેમી ફોર આઈપી રાઈટસના ઉપક્રમે યોજાયેલ 16મી વાર્ષિક ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સમીટમાં ટોચના નિષ્ણાંતો, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદ્દો સામેલ થયા હતા અને તેમણે મજબૂત આઈપીઆર વ્યવસ્થા અંગે હિમાયત કરી હતી. આ સમીટમાં ઉભરતી ટેકનોલોજીસ અને આઈપીની સુસંગતતા, નવા બિઝનેસ મોડલ્સ ઉપર અસર તથા મર્જર અને એક્વિઝીશન્સમાં વ્યૂહાત્મક જોડાણોની ભૂમિકા તથા અન્ય વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી હતી.

આ ફ્લેગશીપ સમીટનો પ્રારંભ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દિવ્યેશ રાડીયા અને એએમએની ગવર્નીંગ કાઉન્સિલના સભ્ય ગોપી ત્રિવેદીએ કર્યો હતો. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી – ડો. નરોત્તમ સાહુએ તેમના પ્રવચનમાં વિતેલા વર્ષોમાં આઈપી કલ્ચરના વિકાસ અંગેનો વિષય આવરી લઈને ગુજરાત માટેના 16 GI ટેગ્ઝ મેળવવામાં કાઉન્સિલની ભૂમિકા અંગે ઉલ્લેખ કર્યો હતો.

પ્રથમ બેઠકમાં ડિજીટલ બિઝનેસ મોડેલ્સ અને તેના અભૂતપૂર્વ વિકાસ દર અંગે ફોર્ડ ઈન્ડિયાના ડિરેક્ટર ઓફ લીગલ એફેર્સ શ્રી અનુભવ કપૂરે વિગત આપતા જણાવ્યું હતું કે ડિજીટલ યુગમાં નવા બિઝનેસ મોડેલ્સ ઉપર આઈપીની અસર વર્તાય છે. તેમણે ટેકનોલોજીના કારણે ડિજીટલ વર્લ્ડમાં આવેલા પરિવર્તનો અંગે તથા નવી એઆઈ ટેકનોલોજીસ સાથે કામ પાર પાડવા માટે પરિવર્તનની જરૂરિયાત માટે આગ્રહ રાખવાની વાત કરી હતી.

વ્યૂહાત્મક જોડાણો અને મર્જર એન્ડ એક્વિઝીશન્સમાં આઈપીઆરની ભૂમિકા અંગે વાત કરતાં તાતા સ્ટીલના હેડ ઓફ આઈપી અને એક્સટર્નલ રિસર્ચ કોલાબરેશન શ્રી મુનીશ સુદાને ઈનોવેશનના ઓપન મોડલ અંગે વાત કરતાં સ્ટ્રેટેજીક આઈપીઆર અને આરએન્ડડીના તથા જોડાણોના તમામ તબક્કે તેના ઉપયોગ અંગે વાત કરી હતી.

પોર્ટલેન્ડ ઓફિસ ઓફ ક્લેરક્વીસ્ટ ખાતે પાર્ટનર ગ્રેગરી એલ મોરેર ઉભરતી ટેકનોલોજીસ અને આઈપીમાં નવા પ્રવાહો અને પડકારો અંગે ચર્ચા કરી હતી તથા અટલ ઈનોવેશન મિશન, નીતિ આયોગના- ડો. અનુરાગ ગુપ્તાએ સંકુલ સમસ્યાઓને સરળ ઉપાયો વડે હલ કરવા અંગે વાત કરતાં મોનેટાઈઝીંગ આઈપી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

કેપજેમીની એન્જીનિયરીંગના લીગલ લીડરશીપ અને ગ્લોબલ આઈપી હેડ- લક્ષીકા જોષીએ ટેકનોલોજી ટ્રાન્સફર દરમ્યાન આઈપી સંબંધિત સંકુલતાઓ અંગે વાત કરી હતી.

વાય જે ત્રિવેદીના સિનિયર પાર્ટનર શ્રી જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે “16મી આઈપી સમીટ એક માહિતીપ્રદ સમારંભ બની રહ્યો છે. આજની વર્તમાન અને ડિજીટલ દુનિયામાં આઈપીની સુસંગતતા વધતી જાય છે. હવે આઈપી ટ્રેડમાર્ક, કોપીરાઈટસ, પેટન્ટસ અને ડિઝાઈન્સ પૂરતી મર્યાદિત નથી, પણ ઘણાં વ્યાપક ક્ષેત્રોને આવરી લે છે. આઈપી રાઈટસથી બિઝનેસ અને શોધની સુરક્ષા થાય છે તથા રોકાણકારો આકર્ષાય છે. વિશ્વના આર્થિક વાતાવરણમાં થઈ રહેલા પરિવર્તનોની વિકાસના બિઝનેસ મોડેલ્સને અસર થઈ છે અને તેમાં આઈપી એ વૃધ્ધિનું મૂલ્ય અને ક્ષમતાને સ્થાપિત કરતું મુખ્ય ઘટક છે.”

આ સમીટમાં ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસના સંદર્ભમાં નિષ્ણાત વક્તાઓએ મજબૂત આઈપીઆર વ્યવસ્થા સ્થાપિત કરવા તથા વિકાસ, એસેસમેન્ટ, સુરક્ષા અને ઈન્ટેલેક્ટના ઉપયોગ અંગે ચર્ચા કરી હતી.

વાર્ષિક આઈપી સમીટ રાજ્યમાં અત્યંત લોકપ્રિય અને જ્ઞાન આધારિત મહત્વનો સમારંભ બની રહ્યો છે. આ સમારંભ વિઝનરી ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગ નિષ્ણાંતો, ન્યાયતંત્રના સભ્યો, કાનૂની વ્યવસાયીઓ અને દુનિયાભરના શિક્ષણવિદ્દો માટે નેટવર્કિંગની તક બની રહે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button