એજ્યુકેશન

૩૬ મો નેશનલ ગેમ્સ ગુજરાત ૨૦૨૨ અંતર્ગત શાળામાં દેશી રમતો નો આયોજન કરવામાં આવ્યું

આજ રોજ તારીખ ૧૬/૯/૨૦૨૨ ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા ક્રમાંક ૨૨૫ અને  ૨૨૬ માં ૩૬ મો નેશનલ ગેમ્સ ગુજરાત ૨૦૨૨ અંતર્ગત શાળામાં દેશી રમતો નો આયોજન કરવામાં આવ્યું.

 વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આમંત્રિત મહેમાન શ્રી મેડિકલ કોલેજના એસોસિયડ પ્રોફેસર શ્રીમતી અનામિકા મદુમદાર , શાળાના કેન્દ્રાચાર્ય , સી.આર.સી કોર્ડીનેટર  , આચાર્ય તેમજ વાલી મંડળના પ્રમુખ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
અનામિકા મદુમદાર દ્વારા ૩૬ માં નેશનલ ગેમ્સ ગુજરાત 2022 રમતને લીલી ઠંડી આપવામાં આવી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કેન્દ્ર આચાર્યએ બાળકોને દેશી રમતોનુ જેવી કે લખોટી , ભમરડો, ગિલ્લી દાંડી, દોરડા કુદ , કોથળા કૂદ, દેડકા દોડ , લીંબુ ચમચો, કબડ્ડી ,ખોખો, ફુગ્ગા ફોડ જેવા અનેક રમતોનુ મહત્વ સમજાવ્યું હતું.
આજના મોબાઇલના યુગમાં આપને બધી દેશી રમતો ભુલાઈ ગયા છે. અને બધી રમતો આપણી મોબાઇલમાં રમતા થઈ ગયા છે. જેથી બાળકોની માનસિક તેમજ શારીરિક વિકાસ તેમજ શક્તિ સંકોચાઈ ગઈ છે. તેનો વિકાસ થાય તે માટે દેશી રમતો રમાય તે ખૂબ જ જરૂરી છે જેથી શરીર સ્વસ્થ અને મન તંદુરસ્ત રહે. સીઆરસી  તેમજ આચાર્યએ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. અને બાળકો સાથે રમતમાં સહભાગી થઈ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button