CBSE ધોરણ -12 સાયન્સ/કોમર્સ ના વિધાર્થીગણ માટે “ગ્રેજ્યુએશન-ડે” ની ઉજવણી
આમ, તો વિધ્યાર્થી જ્યારે શાળાના દિવસોમાં ખુબજ ધમાલમસ્તી કરી અને શિક્ષકોને હેરાન પરેશાન કર્યા તે દિવસ કરતાં પણ જો લાગણીસભર દિવસ હોય તો તે શાળામાં વિતાવેલો “છેલ્લો દિવસ” અને આવા લાગણીસભર દિવસ ની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ(CBSE) દ્વારા ધોરણ-12(સાયન્સ/કોમર્સ) ના બાળકો માટે “ગ્રેજ્યુએશન-ડે” ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણી માં મુખ્ય મેહમાન તરીકે સુરત શહેરના અધિક પોલિસ કમિશનર શ્રી પી.એલ.માલ.સાહેબ અને સુરત શહેરમાં શિક્ષણ માં ભીષ્મપિતામહ કેહવતા એવા આદરણીય શ્રી પરબતભાઈ ડાંગસિયા ઉપસ્થિત રહી આ કાર્યક્રમ ની શોભા વધારી હતી જેમાં શાળા ના ધોરણ 12 ના કુલ 120 વિદ્યાર્થી માટે ભવિષ્ય માં તેમની કારકિર્દી શ્રેષ્ઠ અને માર્ગદર્શક રૂપ બને તેવી શુભેચ્છા પાઠવી હતી .
સુરત શહેરના અધિક પોલિસ કમિશનર પી.એલ.માલ. દ્વારા બાળકો ને યુવાનીના પ્રથમ પગથિયાં માં પોતાના શ્રેષ્ઠ લક્ષ્ય ને વળગી રહી ઉચ્ચતમ સફળતા મેળવવા પ્રયત્ન કરતા રેહવું પરંતુ જો પ્રથમ પ્રયત્ને સફળતા ના મળે તો નાસીપાસ ન થતા પોતાના ધ્યેય ને અડગ રહેવા માટે જણાવ્યું હતું વધુમાં આ યુવાનો નશાની આદત ને અપનાવી દરેક પોતાના ધ્યેય થી દુર જાય છે તેમ ના કરતા નશાને સાઈડ પર મુકવાનું કહ્યું હતું.
શાળાના ટ્રસ્ટી ગણ દ્વારા આ વિદ્યાર્થી માટે આલુમનાઈ ક્લબ ની રચના કરી આ વિદ્યાર્થી હર હંમેશ માટે શાળાના સભ્ય રહેશે તેવી જાહેરાત થય હતી.
આ કાર્યક્રમ માટે શાળા ના એમ ડી કિશનભાઇ માંગુકિયા, કેમ્પસ ડિરેકટર આશિષ વાઘાણી અને શાળા ના આચાર્ય શ્રી તૃષારભાઈ પરમાર દ્વારા માઈક્રો પ્લાનિંગ સાથે ખુદ વિદ્યાર્થી ની મદદ થી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું હતું અને આ વિદ્યાર્થી ભવિષ્યમાં ઉચ્ચ પરિણામ સાથે શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.