અમદાવાદએજ્યુકેશન

ડીપીએસ બોપલના ઈન્ટરસ્કૂલ મહોત્સવ સૃજનમાં સર્જકતા, ઈનોવેશન અને કલાની ઉજવણી

અમદાવાદ અને આસપાસની 30 શાળાઓના 800થી વધુ વિદ્યાર્થીઓ દિવસભર ચાલેલા સમારંભમાં સામેલ થયા

અમદાવાદ, ૫ ઓગષ્ટ ૨૦૨૩: દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલે વાર્ષિક ટેકનો-આર્ટ-લીટરરી-ડાન્સ મહોત્સવ સૃજન-2023નું શનિવારે આયોજન કર્યું હતું. આ સમારંભમાં વિદ્યાર્થીઓએ કલ્પનાશીલતા, ઈનોવેશન, કોલાબરેશન, સ્કીલ અને પ્રતિભા દર્શાવી હતી. વિદ્યાર્થીઓની રજૂઆતને આધારે જણાતું હતું કે તેમના આ ગુણો તેમને મોટી સિધ્ધિ તરફ દોરી જશે.
સૃજન-2023માં ટેકનોલોજી, સંગીત, નાટ્ય અને ફાઈન આર્ટસના અનેક આકર્ષક સ્વરૂપો જોવા મળ્યા. એક પાત્રીય અભિનય, નૃત્યાંજલી, વિજ્ઞાનમ, ડીપીએસ કા બાજીગર, શ્લોક ગાન સ્પર્ધા, કલાયતન, કોમિક કેપર્સ, ટેબ્લો, ઉદ્દગારોત્સવ, ટેકનોવાંઝા અને બીટ ધ ગ્રાન્ડમાસ્ટર જેવી રજૂઆતોમાં વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા દર્શાવી હતી.
સમારંભનો પ્રારંભ નાના સંગીતકારોએ શ્રોતાઓને પ્રેરણાત્મક ગીતોના રોમાંચ સાથે થયો હતો. આ ઉદ્દઘાટન સમારંભમાં 30 શાળાઓના 800થી વધુ પ્રતિસ્પર્ધીઓને સંબોધન કરતાં ડીપીએસ બોપલના ડિરેક્ટર વંદના જોશીએ કલ્પનાશીલતા અને ઈનોવેશનનું મહત્વ દર્શાવતાં પોતાના સંબોધનમાં વૈશ્વિક પડકારો વચ્ચે પ્રગતિ સાથે આગળ ધપવાનો ઉલ્લેખ કર્યો હતો.
ડીપીએસ બોપલના પ્રિન્સીપાલ સબીના સોહનીએ વિદ્યાર્થીઓને આ મહોત્સવનો વાયબ્રન્ટ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરીને પોતાની ભિન્ન પ્રકારની પ્રતિભા દર્શાવવા અનુરોધ કર્યો હતો.
ઉદ્દગારોત્સવમાં ઉદયમાન કવિઓની વકતૃત્વ કલા મારફતે તેમની કોડીંગ સ્કીલ્સ દર્શાવીને પ્રોગ્રામીંગની સતત બદલાતી જતી દુનિયામાં પોતાની ઉત્કૃષ્ટ રજૂઆતો કરી હતી. કોમિક કેપર્સમાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના રચનાત્મક લેખન અને કાર્ટુન મારફતે રમૂજી રજૂઆતો કરી હતી. ટેબ્લોમાં સર્જનાત્મક કૌશલ્ય અને ઐતિહાસિક જ્ઞાન અને સાંસ્કૃતિક જાગૃતિ દર્શાવાઈ હતી.
કલાયતનમાં વિવિધ કલાત્મક ઘટનાઓનો સંપુટ રજૂ થયો હતો. આ ભિન્ન પ્રકારની રજૂઆતોથી નિર્ણાયકો પ્રભાવિત થયા હતા. વિદ્યાર્થીઓએ પોતાની અદ્દભૂત પ્રતિભા સહજતાથી રજૂ કરીને તમામને અચરજમાં મૂકી દીધા હતા.
રોમાંચ અને પ્રેરણાદાયી રજૂઆતો સાથે સૃજન-2023નું સમાપન થયું હતું. એકત્રિત પોઈન્ટસ અને વિવિધ સ્પર્ધાઓના આધારે મહારાજા અગ્રસેન વિદ્યાલય વિજેતા બન્યું હતું અને તેને પ્રસિધ્ધ ફરતી ટ્રોફી, સૃજનશ્રી એનાયત કરવામાં આવી હતી.
આ રીતે સૃજનમાં આનંદ, જ્ઞાન, સ્વમાન અને હર્ષોલ્લાસનું વાતાવરણ ઉભુ થયું હતું. આ સમારંભમાં ઈનોવેશન, સર્જકતા અને સહયોગ સાથે જે રજૂઆત થઈ હતી તેના આધારે એવી માન્યતા ઉભી થઈ હતી કે ધગશ અને સમર્પણ ભાવના વડે માનવજાત કોઈપણ પડકાર હલ કરીને તમામ લોકો માટે ઉજળું ભવિષ્ય હાંસલ કરી શકે છે. કાર્યક્રમનું સમાપન આભાર વિધી અને રાષ્ટ્રગાન સાથે થયું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button