ધર્મ દર્શન
અયોધ્યામાં ભવ્ય શ્રીરામ મંદિર ની પ્રથમ સાલગીરી નિમિત્તે રક્તદાન શિબિર અને જાહેર ભંડારાનું આયોજન કરાયું
50થી વધુ યુનિટ રક્ત એકત્રિત થયું

સુરત: ફ્રેન્ડલી ચેરીટેબલ ટ્રસ્ટ,સહયોગ ટ્રસ્ટ અને ડીડોલી હળપતિ સમાજ દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રથમ સાલગીરી નિમિત્તે તા.22 જનવરી 2025 બુધવારના રોજ બપોરે 03:00 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી ડીડોલી શાક માર્કેટ ખાતે જાહેર ભંડારો અને મહારક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 50થી વધુ યુનિટ રક્ત એકત્રિત થયું હતું જેમાં સાંજે ભડારામાં મોટી સંખ્યામા લોકોએ ભંડારા નો લાભ લીધો હતો.