એજ્યુકેશન
વિદ્યાર્થીનીઓ દ્વારા ભારતના આજ દિન સુધીના તમામ છ રાષ્ટ્રધ્વજ વિશે સુંદર ચિત્ર દોરવામાં આવ્યા
શ્રીમતિ સાવિત્રીબાઇ ફૂલે કન્યા શાળા નં 47 નવાગામ સુરત ખાતે તા-4-8-2022 ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અને “હર ઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત મહેન્દ્ર ખૈરનારના માર્ગદર્શન હેઠળ ધોરણ -8 ની વિદ્યાર્થીનીઓ દ્વારા ભારતના આજ દિન સુધીના તમામ છ રાષ્ટ્રધ્વજ વિશે સુંદર ચિત્ર દોરવામાં આવ્યા.
તેમજ તે ચિત્રનું પ્રદર્શન કરી ધોરણ-1 થી 8 ની તમામ બાળાઓને તમામ રાષ્ટ્રધ્વજો દ્વારા માહિતીગાર કરવામાં આવ્યું.શાળાના આચાર્ય આનંદ સર દ્વારા દરેક રાષ્ટ્રધ્વજનું મહત્વ પણ સમજવામાં આવ્યું. તેમજ દરેક બાળાઓએ હંમેશા રાષ્ટ્ર અને રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું. રાષ્ટ્ર પ્રત્યે હંમેશા પ્રામાણિક રેહવું તે પણ સમજવા માં આવ્યું.