એજ્યુકેશન
શ્રીમતિ સાવિત્રીબાઇ ફૂલે કન્યા શાળા નં 47 માં “આઝાદી કા અમૃત મહોત્સવ” યોજાયો
શ્રીમતિ સાવિત્રીબાઇ ફૂલે કન્યા શાળા નં 47 નવાગામ સુરત ખાતે તા-1-8-2022 ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ખુબજ ઉત્સાહથી ભારત માતાની પૂજા અને આરતી કરવામાં આવી. તેમજ રાષ્ટ્રપ્રેમ જાગૃત થાય એ હેતુ થી ધોરણ-7 અને 8 ના બાળાઓ દ્વારા અનુક્રમે દેશભક્તિ ગીત ,વકૃત્વ પ્રસ્તુત કરવામાં આવ્યું.
ત્યારબાદ શાળાના શિક્ષકો સંદિપ સર, સાબે સર, શાંતિલાલ સર , કિરણ બેન અને મહેન્દ્ર સર દ્વારા બાળાઓને દેશના મહાન ક્રાંતિકારીઓ ની યાદ અપાવી, દેશ પ્રત્યે કર્તવ્યનિષ્ઠ રેહવું, હંમેશા રાષ્ટ્ર પ્રત્યે ગર્વ હોવો જોઈએ. સ્વચ્છતા, નાગરિક કર્તવ્યનો સંકલ્પ લેવા પ્રેરિત કર્યું.
તેમજ શાળાના ઇ.આચાર્ય આશાબેન દ્વારા પણ બાળાઓને સુંદર રાષ્ટ્રભકત બનવા પ્રોત્સાહન આપ્યું. અંતે રંજન બેન દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કહી ખુબ જ આનંદ થી સમાપન થયું.