પ્લાસ્ટિક ફ્રી વીક ઉજવણી સાથે યુએન સસ્ટેનેબલ ગોલ્સ પ્રત્યેની GIIS અમદાવાદના વિદ્યાર્થીઓએતેમની પ્રતિબદ્ધતાને પુનઃ સ્થાપિત કરી

અમદાવાદ: ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ (GIIS) અમદાવાદના વિદ્યાર્થીઓએ શાળાની પ્લાસ્ટિક મુક્ત સપ્તાહ પહેલના ભાગરૂપે કચરામાંથી કલાનું નિર્માણ કર્યું, કાપડ અને કાગળની થેલીઓ બનાવી અને બિન-બાયોડિગ્રેડેબલ કચરાને અલગ કર્યો.
25 જુલાઈથી 29 જુલાઈ સુધી શરૂ થયેલી આ પહેલ, શાળાના વિદ્યાર્થીઓને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા પ્રત્યે પ્રોત્સાહિત કરવા યુનાઈટેડ નેશન્સ પ્રત્યે એ શાળાની પ્રતિબદ્ધતાનો જ એક અભિન્ન ભાગ છે.
અઠવાડિયા દરમિયાન, મોન્ટેસરીથી ગ્રેડ 5 સુધીના વિદ્યાર્થીઓએ સંખ્યાબંધ પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો જેણે તેમને સસ્ટેનેબલ વિરુદ્ધ અનસસ્ટેનેબલ ઓળખવામાં મદદ કરે તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી. અઠવાડિયા સુધી ચાલેલા અભિયાને વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકની હાનિકારક અસરો વિશે જાગૃત કરવામાં પણ મદદ કરી.
પ્લાસ્ટિક ફ્રી વીકના પહેલ વિશે બોલતા, GIIS અમદાવાદના પ્રિન્સિપાલ શ્રી સીઝર ડી’સિલ્વાએ જણાવ્યું હતું કે પ્લાસ્ટિકની સુવિધા એ જ તેને સૌથી મોટા પ્રદૂષકોમાંનું એક બનાવ્યું છે, જે પૃથ્વી અને પાણી પરના જીવનને અસર કરે છે. “ખરીદી માટે તેમની પોતાની બેગ સાથે રાખવા, પ્લાસ્ટિકના સ્ટ્રોને ના કહેવા જેવી પર્યાવરણીય સભાનતા લાવવાં માટે પ્લાસ્ટિક ફ્રી વીકની ઉજવણી એ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાની અમારી રીત છે. અમે માનીએ છીએ કે નાના પરંતુ અર્થપૂર્ણ પગલાં અમને વિકાસ લક્ષ્યાંકો હાંસલ કરવામાં મદદ કરવામાં મોટી અસર કરી શકે છે,”
પ્લાસ્ટિક ફ્રી વીક એ GIIS ની લાંબા સમયથી ચાલતી પરંપરાનો એક ભાગ છે જે વિદ્યાર્થીઓને તેમના કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અને વધુ ટકાઉ જીવન માટે પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરે છે.