બિઝનેસ

એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે એક્સિસ નિફ્ટી500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું

સુરત- એક્સિસ મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી500 મોમેન્ટમ 50 ટીઆરઆઈને ટ્રેક કરતું ઓપન એન્ડેડ ઇન્ડેક્સ ફંડ એક્સિસ નિફ્ટી500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું છે. ન્યૂ ફંડ ઓફર એનએફઓ ખૂલવાની તારીખઃ 24 જાન્યુઆરી, 2025, એનએફઓ બંધ થવાની તારીખઃ 07 ફેબ્રુઆરી, 2025. ફંડને નિફ્ટી500 મોમેન્ટમ 50 ટીઆરઆઈ સામે બેન્ચમાર્ક કરવામાં આવી છે.

ફંડ મેનેજર્સઃ  કાર્તિક કુમાર અને શ્રી સચિન રેલેકર. લઘુતમ અરજીની રકમઃ રૂ. 100 અને ત્યારપછી રૂ. 1ના ગુણાંકમાં. એક્ઝિટ લોડઃ ફાળવણીની તારીખના 15 દિવસમાં જો રિડીમ અથવા સ્વિચ આઉટ કરવામાં આવે તોઃ 0.25 ટકા, ફાળવણીની તારીખના 15 દિવસ પછી જો રિડીમ અથવા સ્વિચ આઉટ કરવામાં આવે તો શૂન્ય..

નિફ્ટી500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ એ મજબૂત મોમેન્ટમ દર્શાવતા સ્ટોક્સના પર્ફોર્મન્સને માપવા માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ મોમેન્ટમ વોલેટિલિટીને એડજસ્ટ કરીને છેલ્લા 6 મહિના અને 12 મહિનાના સ્ટોક્સના વળતરના આધારે માપવામાં આવે છે.એક્સિસ નિફ્ટી500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડનો ઉદ્દેશ રોકાણકારોને ઊંચું મોમેન્ટમ દર્શાવતા ટોચના 50 સ્ટોક્સમાં એક્સપોઝર આપીને આ તકને ઝડપવાનો છે. નિફ્ટી500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સનું મુખ્ય પાસું એ છે કે તે વિવિધ લાર્જ, મીડ અને સ્મોલ કેપ્સમાં સ્ટોક્સની પસંદગી કરે છે જેથી રોકાણકારોને સાઇઝ પર આધારિત વિવિધ મોમેન્ટમ વ્યૂહરચનાઓમાં રોકાણ કરવાની જરૂરિયાત દૂર થાય છે.

આ લોન્ચ વિશે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના એમડી અને સીઈઓ  બી ગોપકુમારે જણાવ્યું હતું કે અમે રોકાણકારોને નવીનતમ ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન પૂરા પાડવાની અમારી વર્તમાન પ્રતિબદ્ધતાના ભાગરૂપે એક્સિસ નિફ્ટી500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરતા ઉત્સાહિત છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button