સામાજિક હક્કોથી વંચિત મહિલાઓ સાથે અતુલ બેકરીએ વુમન્સ ડે ની ઉજવણી કરી
સુરત : 8 માર્ચ એટલે મહિલા દિવસ, સામાન્ય રીતે સમગ્ર વિશ્વમાં લગભગ દરેક દેશમાં અલગ અલગ જગ્યાએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા મહિલા દિવસ ઉજવાતો હોય છે. પરંતુ અતુલ બેકરી દ્વારા આ દિવસ ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, સુરતના ઘોડ દોડ રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે સામાજિક હક્કો વંચિત અને ખરેખર જેમને પ્રેમ અને હુફ ની જરૂર છે એવી બહેનો સાથે મહિલા દિવસનું પ્રિ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સોમવારે સવારે બેકરીના સ્ટાફે મહિલાઓ પાસે જ કેક કટ કરાવાવમાં આવ હતી બાદમાં તમામ બહેનોને કેક અને ચોકલેટ કપનું વિતરણ કરવામાં આવ્યું હતું જેના કારણે ચહેરા પર સ્મિત અને આખોમાં નવી ચમક સાથે તેમણે આનંદની લાગણી અનુભવી હતી અને હાજર રહેલ તમામ બહેનોએ હાઉસ ઓફ હેપિનેસનું વચન આપતા બેકરી ના સર્વે સ્ટાફ તથા સંસ્થાના પ્રમુખ અતુલ વેકરીયાનો આભાર વ્યક્ત કર્યો હતો.આમ અતુલ બેકરી એ સાચા અર્થમાં મહિલા દિવસનો સમાજને એક ઉતમ સંદેશ આપ્યો હતો.