આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાને હજીરા પ્લાન્ટના વિસ્તરણ માટે પર્યાવરણલક્ષી મંજૂરી મળી
એએમ/એનએસ ઈન્ડિયાના હજીરા પ્લાન્ટની ક્ષમતા વિસ્તારીને વાર્ષિક 15 મિલિયન ટન કરાશે
સુરત-હજીરા, 6 ઓક્ટોબર, 2022: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડિયાના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ને તેના હજીરા ખાતેના ફ્લેગશીપ પ્લાન્ટના વિસ્તરણ માટે પર્યાવરણલક્ષી મંજૂરી પ્રાપ્ત થઈ છે. પ્લાન્ટની હાલની ક્ષમતા વાર્ષિક 9 મિલિયન ટન છે તે વધારીને વાર્ષિક 15 મિલિયન ટન કરવામાં આવશે.
વર્ષ 2030 સુધીમાં સ્થાનિક સ્ટીલ ઉત્પાદન ક્ષમતા બમણી કરીને વાર્ષિક 300 મિલિયન ટન કરવાના ભારત સરકારના ધ્યેયને રાષ્ટ્રિય સ્ટીલ નીતિને અને એએમ/એનએસ ઈન્ડિયાના પોતાના લાંબાગાળાના આયોજનને આ ક્ષમતા વિસ્તરણથી નોંધપાત્ર પ્રમાણમાં વેગ મળશે.
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ના ચેરમેન આદિત્ય મિત્તલ જણાવે છે કે, “2019 માં બજારમાં પ્રવેશ્યા પછી અમે અમારા હજીરા પ્લાન્ટમાં પ્રદર્શનમાં સુધારો નોંધપાત્ર રીતે કર્યો છે અને સ્પષ્ટ વિઝન નક્કી કર્યું છે ડીકાર્બોનાઇઝેશનમાં અને ભારતીય સ્ટીલ ઉદ્યોગના વિકાસમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે. અમે ભારત સાથે અને ભારત માટે વિકાસ કરવા માંગીએ છીએ. અમે અમારી પર્યાવરણીય કામગીરીમાં સતત સુધારા માટે પ્રતિબદ્ધ છીએ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા, ટકાઉ સ્ટીલના ઉત્પાદન માટે ભારતને તેની આર્થિક મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવાની જરૂર છે. આજનો દિવસ અમારી સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.”
આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (એએમ/એનએસ ઈન્ડિયા) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર દીલીપ ઓમ્મેન જણાવે છે કે “આ વિસ્તરણ વૃદ્ધિના અમારા ભવિષ્યના તબક્કાને વેગ આપશે, જે અમને સ્થાનિક બજારની વધતી જતી માંગને પહોંચી વળવામાં સક્ષમ બનાવશે, સાથે સાથે અમને ઉચ્ચ-ગ્રેડ મૂલ્ય-વર્ધિત સ્ટીલનું ઉત્પાદન કરવા માટે પણ સજ્જ કરશે. તે ભારતની $5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા તરફ વિકાસ યાત્રાને ટેકો આપવાની એએમ/એનએસ ઈન્ડિયાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે.”
મંત્રાલય દ્વારા વિગતવાર પર્યાવરણીય મૂલ્યાંકન અનુસરીને કેન્દ્ર સરકારના વન, પર્યાવરણ અને જલવાયુ પરિવર્તન વિભાગે પર્યાવરણલક્ષી મંજૂરી આપી છે. આ અહેવાલ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને સુપરત કરાયો હતો જે જુલાઇ મહિનામાં હજીરા ખાતે જીલ્લા કલેક્ટર અને મેજીસ્ટ્રેટ સુરત જીલ્લાના અધ્યક્ષપદ હેઠળ હાથ ધરેલી જાહેર સુનાવણી પછી એસેસમેન્ટ રિપોર્ટ કેન્દ્ર સરકારને આખરી મંજૂરી માટે મોકલવામાં આવ્યો હતો.