એજ્યુકેશન

પ્રજાસત્તાક દિવસ નિમિત્તે રાષ્ટ્રઘ્વજનો થતો અપમાન રોકવા પોલીસ-પ્રશાસન ને આવેદન આપવામાં આવ્યું

‘ભારતીય રાષ્ટ્રધ્વજ’ કરોડો ભારતીયો માટે અસ્મિતાનો વિષય છે; આ વર્ષે પ્રજાસત્તાક દિવસની પૃષ્ઠભૂમિ પર દુકાનોમાં તેમજ ઓનલાઈન, તિરંગાના માસ્કનું વેચાણ થઈ રહ્યું છે. તિરંગાના માસ્ક પહેરવાથી રાષ્ટ્રધ્વજની પવિત્રતા જળવાતી નથી. ‘તિરંગાનો માસ્ક’ દેશભક્તિ દર્શાવવાનું સાધન નથી. કેટલાક અપવાદો સિવાય અન્ય કોઈપણ હેતુ માટે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કાયદેસરની અને બિનજામીનપાત્ર ગુનો છે.

એવું હોવા છતાં જે વેબસાઇટ્સ અથવા પ્રત્યક્ષ વિક્રેતા પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજ અથવા તિરંગાના માસ્કનું વેચાણ કરીને સરકારી વટહુકમનું ઉલ્લંઘન કરે છે, તેમની સામે કાયદેસર કાર્યવાહી કરીને તેમના વિરુદ્ધ ગુનો નોંધાવો તેમજ જે લોકો, સંસ્થા અને સમૂહ રાષ્ટ્રધવજનો અપમાન કરે છે, તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવી તેવી માંગ કરીને એક આવેદન હિન્દૂ જનજાગૃતિ સમિતિ તરફથી ઉમરગામ, વાપી, વડોદરા અને કર્ણાવતીમાં પોલીસ-પ્રશાસન ને આપવામાં આવ્યું.

આ આવેદન ઉમરગામ, વાપી, વડોદરા, કર્ણાવતી, સૂરત, અમરેલી, અરાવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, બોટડ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભુમી દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, કચ્છ, ખેડા, મહીસાગર, મેહસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં પ્રત્યક્ષ અને ઓનલાઇન માધ્યમ થી આપ્યું .

પ્રજાસત્તાકના દિવસે આ રાષ્ટ્રધ્વજ ખૂબ જ ગર્વ સાથે ફરકાવવામાં આવે છે; જો કે, એ જ રાષ્ટ્રધ્વજ એ જ દિવસે રસ્તાપર, કચરાના ડબ્બામાં અને ગટરમાં ફાટેલી અવસ્થામાં જોવા મળે છે. પ્લાસ્ટિકના ધ્વજનો જલ્દી નાશ થતો નથી, તેથી કેટલાય દિવસ સુધી ધ્વજ નો અપમાન થાય છે. મહારાષ્ટ્ર માં તો સરકારના વટહુકમ અનુસાર, ‘પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનું વેચાણ’ કાયદાના વિરુદ્ધ છે. અશોક ચક્ર સાથે તિરંગાનો માસ્ક બનાવવો અને તેનો ઉપયોગ કરવો એ ધ્વજસંહિતાનુસાર રાષ્ટ્રધ્વજનું અપમાન છે. તેવું કરવું ‘The State Emblem of India (Prohibition of Improper Use) Act, 1950’ની કલમ 2 અને 5 અનુસાર; તેમજ ‘Prevention of Insults to National Honour Act, 1971’ની કલમ 2 અને ‘Emblems and Names (Prevention of Improper Use) Act, 1950’ આ ત્રણેય કાયદા હેઠળ સજાપાત્ર ગુનો છે. સમિતિ વતી રજૂ કરેલા નિવેદનમાં પણ આ વાત કહેવામાં આવી છે.

હિંદુ જનજાગૃતિ સમિતિ, રાષ્ટ્રીય પ્રતિકોનો અપમાન રોકવા માટે છેલ્લા 20 વર્ષથી ‘રાષ્ટ્રધ્વજનું સન્માન કરો!’ આ મોહિમ ચલાવી રહી છે. આ અંગે, આ વર્ષે પણ ‘ઓનલાઈન’ પ્રવચનો અને પ્રશ્નોત્તરી, સોશિયલ મીડિયા, ફલક પ્રસિદ્ધી વગેરે દ્વારા રાષ્ટ્રધ્વજનું સન્માન કરો! આ અભિયાન અંતર્ગત હિંદુ જનજાગૃતિ સમિતિ વતીએ સમાજનું પ્રબોધન કરવામાં આવે છે. આ પ્રસંગે સમિતિ અપીલ કરે છે કે નાગરિકોએ રાષ્ટ્રધ્વજનું સન્માન કરીને પોતાની રાષ્ટ્રીય ફરજ નિભાવવી !

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button