168-ચોર્યાસી વિધાનસભા,સુરતમાં શિક્ષક મહેન્દ્ર ખૈરનારને 2022 નો”બેસ્ટ BLO એવોર્ડ
શ્રીમતી સાવિત્રીબાઈ ફુલે શાળા નંબર-47 ઇશ્વરપરા,નવાગામ,સુરત ખાતે શિક્ષક મહેન્દ્ર પાંડુરંગ ખૈરનાર ફરજ બજાવે છે.તેઓ 168-ચોર્યાસી વિધાનસભામાં ભાગ નંબર-265 માં બુથ લેવલ ઓફિસર (BLO) તરીકે કાર્ય કરે છે. મહેન્દ્રભાઈએ પોતાના BLO ના વિસ્તારમાં કરેલ રાષ્ટ્રીય કામગીરી જેવી કે નવા મતદારોની નોંધણી,NVP પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાની મતદારોને સમજ અને મતદાન પ્રત્યે લોક જાગૃતિ વગેરે વિશેષ કામગીરી કરી.
જેથી 168-ચોર્યાસી વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ (મહેસુલ) અધિકારી વિ. કે સાંબડ દ્વારા તેની નોંધ લેવામાં આવી અને તેમના કાર્યને બિરદવામાં આવ્યું.
જેથી રાષ્ટ્રીય કામગીરી પ્રત્યે પ્રામાણિકતા અને રુચિ જોઈ 168-ચોર્યાસી વિધાનસભાના કુલ 490 BLO માંથી તેઓની પસંદગી થઈ. તેમજ “રાષ્ટ્રીય મતદાર દિવસે” 168-ચોર્યાસી વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ (મહેસૂલ)અધિકારી વિ. કે સાંબડ દ્વારા જિલ્લા પંચાયત કચેરી,દરિયા મહેલ,ચોક બજાર, મુગલીસરા,સુરતના કાર્યાલય ખાતે શિક્ષક મહેન્દ્ર પાંડુરંગ ખૈરનારને 168-ચોર્યાસી વિધાનસભાનો “બેસ્ટ BLO એવોર્ડ-2022″નું સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું.
જે શાળા પરિવાર માટે ખુબજ ગર્વની વાત છે.જે બદલ સૌ શાળા પરિવાર તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવી રહ્યા છે.