બિઝનેસ

એએમ\એનએસ ઈન્ડીયા હજીરા આસપાસના ૮ ગામના ૨૦૦ યુવાનો અને મહિલાઓના કૌશલ્ય વિકાસમાં સહયોગ આપશે

આ પ્રયાસ એ ગુજરાત. ઓડીશા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના ૮૦૦ યુવાનોને તાલિમ આપવાની દેશવ્યાપી ઝૂંબેશનો હિસ્સો છે

હજીરા-સુરત : આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમ\એનએસ ઈન્ડીયા)એ તેની કોર્પોરેટ સામાજીક જવાબદારી (સીએસઆર) ના ભાગરૂપે હજીરાની નજીક આવેલા 8 ગામના 200 યુવાનો અને મહિલાઓને   કૌશલ્ય પૂરૂ પાડવામાં સહયોગ આપશે.

એએમ\એનએસ ઈન્ડીયાએ સ્કીલીંગ પાર્ટનર, નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સહયોગથી  તાલિમ આપીને ગુજરાત, મહારાષ્ટ્ર ઓડીશા અને છત્તીસગઢમાં ૮૦૦ યુવાનોને તાલિમ આપવાનો પ્રયાસહાથ ધર્યો છે.”

એએમ\એનએસ ઈન્ડીયાના સીએસઆર વિભાગના હેડ,  વિકાસ યદવેન્દુ જણાવે છે કે “હજીરા આસપાસના સાગરકાંઠાના ગામોમાં કૌશલ્ય વિકાસ એ રાષ્ટ્રવયાપી પ્રયાસનનો એક હિસ્સો છે. આ પ્રયાસનો ઉદ્દેશ તાલિમ મારફતે તેમના કૌશલ્યમાં વધારો કરવાનો છે. તેનાથી તેમને જોબ માર્કેટમાં અને સ્વરોજગાર માટે બહેતર તક પ્રાપ્ત થશે.

સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર કે જ્યાંથી તાલિમ આપવામાં આવનાર છે તે હજીરા ગામમાં નવજાગૃતિ વિદ્યાવિહાર સ્કૂલમાં ઉભુ કરવામાં આવશે. આ કેન્દ્રનો મંગળવાર સવારે પ્રારંભ કરવામાં આવ્યો છે. આઈટી\આઈટીઈએસ અને ટેલિકોમ સેકટરમાં રોજગારી માટે તાલિમ આપીને તેમને ડેટા એન્ટ્રી ઓપરેટર અને કસ્ટમર કેર એકઝિક્યુટિવ (ટેલિકોમ કૉલ સેન્ટર)ની ભૂમિકા માટે તૈયાર કરવામાં આવશે.

આ પ્રોજેકટ માટે ગુજરાતમાં અમલીકરણ પાર્ટનર તરીકે લર્નેટ સ્કીલ્સ છે. લર્નેટ સ્કીલ્સ એ સ્કૂલનેટ ઈન્ડીયા અને  એનએસડીસીનો સહિયારો પ્રયાસ છે. તાલિમ આપવાની કામગીરીમાં મોખરાનુ સ્થાન ધરાવે છે. તેને આ કામગીરી ભારતના ગ્રામ વિસ્તારોમાં તાલિમના ડિજિટલ પ્રયાસો હાથ ધરવા માટે સોંપવામાં આવી છે.

આ તાલિમ માટેની ઉમેદવારની લઘુત્તમ લાયકાત ધોરણ ૧૦ પાસની રાખવામાં આવી છે. સફલતાપૂર્વક તાલિમ મેળવનારને એસએસસીનુ પ્રમાણપત્ર આપવામાં આવશે. જે તેમને જોબ માર્કેટમાં પ્રવેશ કરવા માટે ઉપયોગી નિવડશે. તાલિમનો સમયગાળો ૧૨ માસનો રહેશે. વિવિધ ઉદ્યોગો સાથે જોડાણ અને પ્લેસમેન્ટની ઝૂંબેશ મારફતે ઉમેદવારોને નોકરીઓ આપવામાં આવશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button