અદાણી ગ્રીન એનર્જીને UPPCL તરફથી 25 વર્ષ માટે સૌર ઉર્જાનો ઓર્ડર મળ્યો
AGELની કાર્યરત ઉત્પાદન ક્ષમતા વધીને 13,700.3 મેગાવોટ

અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) ના કાર્યકારી પોર્ટફોલિયોમાં સતત વધારો થઈ રહ્યો છે. AGELને 400 મેગાવોટ સૌર ઉર્જાનો મોટો ઓર્ડર મળ્યો છે. અદાણી ગ્રીન એનર્જીની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી હોલ્ડિંગ ટ્વેલ્વ લિમિટેડ (AREH12L) ને ઉત્તરપ્રદેશમાંથી 400 મેગાવોટ સૌર ઉર્જા પુરવઠા માટેનો મોટો ઓર્ડર મળ્યો છે. AREH12 ને ઉત્તરપ્રદેશ પાવર કોર્પોરેશન લિમિટેડ (UPPCL) તરફથી ગ્રીડ-કનેક્ટેડ સોલાર પીવી પાવર પ્રોજેક્ટમાંથી સૌર ઉર્જાના પુરવઠા માટે લેટર ઓફ એવોર્ડ (LOA) પ્રાપ્ત થયો છે. આ સમાચાર બાદ અદાણી ગ્રીનના શેરમાં વધારો જોવા મળ્યો.
રાજસ્થાનમાં અદાણી ગ્રુપ જોધપુરના ભાડલા ખાતે 500 મેગાવોટનો સોલાર પાર્ક અને જેસલમેરના ફતેહગઢ ખાતે 1,500 મેગાવોટનો સોલાર પાર્ક વિકસાવી રહ્યું છે. ફતેહગઢ સોલાર પાર્ક 9981 એકર વિસ્તારમાં ફેલાયેલો હશે અને તેની કુલ ક્ષમતા 15૦૦ મેગાવોટ હશે. UPPCL માટે 25 વર્ષના સમયગાળા માટે પ્રતિ કિલોવોટ કલાક રૂ. 2.57 ના દરે તેને વિકસાવવામાં આવશે. આ સમાચાર બાદ અદાણી ગ્રીનના શેરમાં વધારો જોવા મળ્યો.
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે શુક્રવારે પેટાકંપની અદાણી રિન્યુએબલ એનર્જી ફિફ્ટી સેવન લિમિટેડ દ્વારા ગુજરાતના ખાવડા ખાતે 212.50 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ મુજબ હવે અદાણી ગ્રીનની કુલ ઓપરેશનલ રિન્યુએબલ ઉત્પાદન ક્ષમતા વધીને 13,700.3 મેગાવોટ થઈ ગઈ છે.
તાજેતરમાં પ્રકાશિત અહેવાલ મુજબ અદાણી ગ્રીન એનર્જીની પેટાકંપની અદાણી ગ્રીન એનર્જી ટ્વેન્ટી ફોર લિમિટેડે રાજસ્થાનના ભીમસર ખાતે પણ 250 મેગાવોટનો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કર્યો છે.
અગાઉ 11 માર્ચે AGELએ પેટાકંપની અદાણી સોલર એનર્જી એપી એટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આંધ્રપ્રદેશના કડપ્પા ખાતે 250 મેગાવોટનો બીજો સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગયા મહિને, કંપનીએ રેકોર્ડ 12,000 મેગાવોટ ઓપરેશનલ પોર્ટફોલિયોને વટાવી દીધો હતો. ભારતની પ્રથમ અને એકમાત્ર રિન્યુએબલ ઉર્જા કંપનીએ આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે.
અદાણી ગ્રીન કચ્છ જિલ્લાના ખાવડા ખાતે ઉજ્જડ જમીન પર 30,000 મેગાવોટનો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ ઉર્જા પ્લાન્ટ વિકસાવી રહી છે. 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો પ્લાન્ટ પેરિસ કરતા પાંચ ગણા કદનો અને મુંબઈ શહેર જેટલો મોટો છે.