ગુજરાતબિઝનેસ

અદાણી ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધન અગાઉ ભારતના કલાત્મક વારસાને પ્રોત્સાહન

અમદાવાદ, 26 જુલાઈ 2024: અદાણી ફાઉન્ડેશને પ્રોજેક્ટ સથવારો અંતર્ગત અદાણી ગ્રૂપના હેડક્વાર્ટર ખાતે રાખી મેળાનું આયોજન કર્યું હતું. ભારતીય કલા વારસાને ઉજાગર કરતા કારીગરોના કૌવતને પ્રોત્સાહન માટે તે આગવી પહેલ છે. બે દિવસીય મેળામાં ક્રિએટીવ ડિઝાઈન અને ઉત્કૃષ્ટ હસ્તકળાનો નમુના જેવી રાખડીઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમાં ગુજરાતના 10 કારીગરોએ તૈયાર કરેલી રાખડીઓ પ્રદર્શન સહ વેચાણ માટે મુકવામાં આવી હતી. જેમાં બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન/અંધજન મંડળ, વસ્ત્રાપુર તેમજ અદાણી વિદ્યામંદિર, અમદાવાદના વિદ્યાર્થીઓએ સામેલ થયા હતા. આ રાખી મેળામાં કારીગરોએ રૂ. 1 લાખથી વધુની રાખડીઓનું વેચાણ કર્યું હતું.

રાખડીઓના વિવિધ પ્રકારોમાં ક્રોશેટ રાખડીઓ, ભરતકામવાળી રાખડીઓ, બીડવર્કની રાખડીઓ, થ્રેડ વર્કની રાખડીઓ, એગેટ સ્ટોન રાખડીઓ, સિલ્વર ફિલીગ્રીની રાખડીઓ, રેઝિન આર્ટ રાખડીઓ વગેરેને પ્રદર્શિત કરાઇ હતી. પરંપરાગત હસ્તકલાને ટકાવી રાખવા અને સ્થાનિક સમુદાયોને ટેકો આપવાના ઉદ્દેશથી આ વાઇબ્રન્ટ ઇવેન્ટે કારીગરોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી અને સથવારો પ્રોજેક્ટના માર્ગદર્શક શ્રીમતી શિલિન અદાણીએ તમામ કારીગરોને તેમની સફળતા માટે અભિનંદન આપ્યા હતા.

ભારતીય તહેવારો એ આપણી પરંપરાગત હસ્તકલાને પ્રોત્સાહન અને ટકાઉ આજીવિકાની તકો ઊભી કરવાનો ઉત્તમ સમય છે. સથવારો એ અદાણી ફાઉન્ડેશનની એક પહેલ છે, જે આજીવિકા અને સાંસ્કૃતિક વારસાની જાળવણી માટે સંયુક્ત રાષ્ટ્રના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને (SDG) સંરેખિત છે. ભારતીય કારીગરોના ઉત્થાનની સાથે તે આપણી સમૃદ્ધ હેરિટેજ કલા અને હસ્તકલાને જાળવવા સમર્પિત છે.

સથવારો પ્રોજેક્ટ અંતર્ગત કૌશલ્ય-વિકાસ અને સ્વ-સહાય જૂથોની પહેલો દ્વારા અદાણી ફાઉન્ડેશન સમાજના તમામ વર્ગોને ઉન્નત કરે છે. તે જીવનને સશક્ત બનાવે છે અને સમુદાય-આધારિત અભિગમો દ્વારા આર્થિક તકો ઉભી કરવાના અવકાશને વિસ્તૃત કરે છે. સશક્ત સમાજ રાષ્ટ્રને સર્વાંગી વિકાસ તરફ દોરી જાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button