સ્પોર્ટ્સ

ધૈર્ય મેન્સ અને રાધાપ્રિય વિમેન્સ સિંગલ્સમાં ચેમ્પિયન, મૌબોનીએ બે ટાઈટલ જીત્યા

ગાંધીધામ : કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન (KDTTA) દ્વારા ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના નેજા હેઠળ યોજાયેલી ઈન્ડિયનઓઈલ ત્રીજી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2023 માં  મેન્સ સિંગલ્સમાં અમદાવાદના ધૈર્ય પરમારે સપાટો બોલાવ્યો હતો. ગાંધીધામમાં હરેશ સંગતાણી સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આવેલા સ્વ.શ્રી એમપી મિત્રા ઈન્ડોર સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી ફાઈનલમાં છઠ્ઠા ક્રમાંકિત ધૈર્યએ ચોથા ક્રમાંકિત બુરહાનુદ્દિન માલુભાઈને 4-2થી પરાજય આપીને મેન્સ સિંગલ્સનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.
જ્યારે ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલે વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું હતું. ત્રીજી ક્રમાંકિત રાધાપ્રિયાએ ફાઈનલમાં 12મી ક્રમાંકિત અમદાવાદની ઓઈશિકિ જોઆરદારને 4-1થી પરાજય આપ્યો હતો. રાધાપ્રિયાએ વર્તમાન સિઝનમાં પોતાનું બીજું વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું છે.
બીજી તરફ મેન્સ સિંગલ્સની ફાઈનલમાં મળેલા પરાજયને પાછળ રાખીને બુરહાનુદ્દિને અંડર-19 બોયસ ટાઈટલ પોતાના નામે કર્યું હતું. ફાઈનલમાં તેણે અરાવલીના અરમાન શેખને 4-0થી પરાજય આપ્યો હતો.
અમદાવાદની પેડલર મૌબોની ચેટર્જીએ ટુર્નામેન્ટમાં બે ટાઈટલ પોતાના નામે કર્યા હતા. તેણે અંડર-15 અને અંડર-17 ગર્લ્સ ટાઈટલ જીત્યા હતા. અંડર-15ની ફાઈનલમાં તેણે જિયા ત્રિવેદી અને અંડર-17ની ફાઈનલમાં અરણી પરમારને પરાજય આપ્યો હતો. મૌબોની ત્રીજી ટાઈટલ જીતવાની પણ નજીક હતી પરંતુ અંડર-19ની ફાઈનલમાં તેને ઓઈશિકિએ 4-3થી પરાજય આપ્યો હતો.
ગર્લ્સનું અંડર-11 ટાઈટલ બીજી ક્રમાંકિત સુરતની તનિશા ડેપ્યુટીના નામે થયું હતું. જ્યારે અંશ ખામરે અંડર-11 બોયસ ટાઈટલ જીત્યું હતું. ટોચના ક્રમાંકિત જેનિલ પટેલ અંડર-13 બોયસ કેટેગરીમાં ચેમ્પિયન બન્યો હતો જ્યારે અંડર-13 ગર્લ્સ ટાઈટલ ટોચની ક્રમાંકિત ડાનિયા ગોડિલે જીત્યું હતું. અંડર-15 બોયસ કેટેગરીમાં માનવ પંચાલ ચેમ્પિયન બન્યો હતો જ્યારે અંડર-17 કેટેગરીમાં આયુષ તન્નાએ ટાઈટલ જીત્યું હતું.
તમામ પરિણામો : 
અંડર-11 બોયસ ફાઈનલ
અંશ ખમારા જીત્યા વિ. દેવ ભટ્ટઃ 11-8,9-11,11-9,11-9
અંડર-11 બોયસ ત્રીજું અને ચોથું સ્થાન
દ્વિજ હિરાણી જીત્યા વિ. અખિલ અચ્છા 11-8,7-11,4-11,11-5,11-6
અંડર-11 ગર્લ્સ ફાઈનલ
તનિશા ડેપ્યુટી જીત્યા વિ. વિન્સી તન્ના 13-11,11-9,8-11,11-2
અંડર-11 ગર્લ્સ ત્રીજું અને ચોથું સ્થાન
ધીમહી કબરાવાલા જીત્યા વિ. ખનક શાહ 6-11,9-11,14-12,11-8,11-8
અંડર-13 બોયસ ફાઈનલ
જેનિલ પટેલ જીત્યા વિ. દ્વિજ ભાલોડિયા 5-11,11-5,5-11,11-6,11-5
અંડર-13 બોયસ ત્રીજા અને ચોથા સ્થાને
અંશ ખામર જીત્યા વિ. અનુશ વ્યાસ 11-3,11-6,11-7
અંડર-13 ગર્લ્સ ફાઈનલ
ડાનિયા ગોડિલ જીત્યા વિ. ફિઝા પવાર 14-12,11-7,11-8
અંડર-13 ત્રીજા અને ચોથા સ્થાને
ખ્વાહિશ લોટિયા જીત્યા વિ. વિશ્રુતિ જાદવ 7-11,12-10,11-9,12-10
અડંર-15 બોયસ ફાઈનલ
માનવ પંચાલ જીત્યા વિ. હ્રિદન શાહ 11-6,9-11,10-12,11-5,11-2
અંડર-15 બોયસ ત્રીજા અને ચોથા સ્થાને
સુજલ કુકડિયા જીત્યા વિ. પવન કુમાર 10-12,11-9,11-9,11-9
અંડર-15 ગર્લ્સ ફાઈનલ
મૌબોની ચેટર્જી જીત્યા વિ. જિયા ત્રિવેદી 8-11,4-11,11-5,11-6,11-2
અંડર-15 ગર્લ્સ ત્રીજા અને ચોથા સ્થાને
ખ્વાહિશ લોટિયા જીત્યા વિ. વિશ્રુતિ જાદવ 11-7,11-7,10-12,12-10
અંડર-17 બોયસ ફાઈનલ
આયુશ તન્ના જીત્યા વિ. ધ્યેય જાની 11-9,11-7,8-11,11-8
અંડર-17 બોયસ ત્રીજા અને ચોથા સ્થાને
હિમાંશ દહિયા જીત્યા વિ. હર્ષવર્ધન પટેલ 11-1,11-7,11-7
અંડર-17 ગર્લ્સ ફાઈનલ
મૌબોની ચેટર્જી જીત્યા વિ. અરણી પરમાર 11-9,14-12,11-7
અંડર-17 ગર્લ્સ ત્રીજા અને ચોથા સ્થાને
પ્રથા પવાર જીત્યા વિ. જિયા ત્રિવેદી 11-4,11-6,11-5
અંડર-19 બોયસ ફાઈનલ
બુરહાનુદ્દિન માલુભાઈ જીત્યા વિ. અરમાન શેખ 12-10,11-6,11-5,11-9
અંડર-19 બોયસ ત્રીજા અને ચોથા સ્થાને
હિમાંશ દહિયા જીત્યા વિ. આયુશ તન્ના 11-9,11-9,11-3
અંડર-19 ગર્લ્સ ફાઈનલ
ઓઈશિકિ જોઆરદાર જીત્યા વિ. મૌબોની ચેટર્જી 11-8, 11-8, 9-11, 10-12, 11-5, 10-12, 12-10
અંડર-19 ગર્લ્સ ત્રીજા અને ચોથા સ્થાને
જિયા ત્રિવેદી જીત્યા વિ. રિયા જયસ્વાલ 2-1, 8-11, 11-6, 11-9, 12-10
મેન્સ ફાઈનલ
ધૈર્ય પરમાર જીત્યા વિ. બુરહાનુદ્દિન માલુભાઈ 8-11,12-10,7-11,11-6,12-10,11-5
મેન્સ ત્રીજા અને ચોથા સ્થાને
જિજ્ઞેશ જયસ્વાલ જીત્યા વિ. અક્ષિત સાવલા 11-6,5-11,11-3,11-9
વિમેન્સ ફાઈનલ
રાધાપ્રિયા ગોએલ જીત્યા વિ. ઓઈશિકિ જોઆરદાર 11-9,11-4,11-9,7-11,11-8
વિમેન્સ ત્રીજા અને ચોથા સ્થાને
ફ્રેનાઝ ચિપિયા જીત્યા વિ. કૌશા ભૈરાપુરે 7-11,11-7,11-2,11-4

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button