ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ધોરણ ૧૦ ના A1ગ્રેડ ના વિધાર્થીઓ માટે ૧૦૦% ફી માફી
“જીવન એક જંગ છે,લડવું રહ્યું..પણ આપણે ક્યાં વાંધો છે..આત્મવિશ્વાસ નામનું શસ્ત્ર જો આપણી પાસે રહ્યું” આવીજ આત્મવિશ્વાસથી પરીક્ષા આપનાર અને કઠોર પરિશ્રમથી ઉચ્ચ લક્ષ્ય પ્રાપ્ત કરનાર શાળા ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ધોરણ ૧૦ ના વિધાર્થીઓ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર થયેલા મે-૨૦૨૨ પરિણામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં A1 ગ્રેડ માં ૧૩ વિધાર્થી,A2 ગ્રેડ માં ૨૪ વિધાર્થીઓ અને B1 ગ્રેડ માં ૬૯ વિધાર્થીઓ એ સ્થાન મેળવી શ્રેષ્ઠ પરિણામ હાંસલ કર્યું હતું. વિધાર્થી સાથે ની સફળગાથા માં તેમણે શાળા ના ફુલ ડે ના શિક્ષકો ની ટીમ ની અથાગ પરિશ્રમ અને રીવિઝન ને પ્રથમ સોપાન ગણાવ્યું હતું
આ પરીણામ સંદર્ભે શાળા ના મેનેજીંગ ડાયરેકટર કિશન માંગુકિયા દ્વારા અભિનંદન પાઠવ્યા હતા અને આ વિધાર્થીઓ સાયન્સ અને કોમર્સ પ્રવાહમાં કઠોર મહેનત કરી ધોરણ ૧૨ માં પણ આવું જ શ્રેષ્ઠ પરિણામ મેળવવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ હવે પછી ના મેડિકલ, એન્જિનિયરિંગ,C.A,C.S,GPSC,UPSE ક્ષેત્રે એજ્યુકેશન સ્કોલરશીપ આપવા માટે કહ્યું છે
શાળા ના સ્થાપક અને માર્ગદર્શક રૂપ એવા રામજીભાઈ માંગુકિયા દ્વારા આર્થિક કટોકટી ને કારણે અભ્યાસ મુકી ન દે તેવા વાલી ગણ માટે રામજી ભાઈ માંગુકિયા દ્વારા A1 grade ના વિધાર્થીઓ માટે ૧૦૦% ફી માફી અને A2 grade ના વિધાર્થીઓ માટે ૭૫% થી લઈને ૫૦% સુધી ની સ્કોલરશીપ આપવાની જાહેરાત કરી છે.આ યોજના નો લાભ સુરત ની કોઈ પણ શાળા ના વિધાર્થીઓ લઈ શકે છે.
શાળા ના કેમ્પસ ડાયરેકટર આશિષ વાધાણી અને શાળા આચાર્ય ધર્મેશ જોષી દ્વારા દરેક વિદ્યાર્થી ને અભીનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમજ સાયન્સ ના શિક્ષકો ની ટીમ ને શુભેચ્છાઓ સાથે માર્ચ-૨૦૨૩ માં વધુ જ્વલંત સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા.