એજ્યુકેશન

સુરતની એલ.પી.સવાણી ગ્રુપ ઑફ સ્કૂલ્સના 72 વિદ્યાર્થી A1 અને 220 A2 ગ્રેડ સાથે મોખરે

સુરતની એલ.પી.સવાણી ગ્રુપ ઑફ સ્કૂલ્સનું ધોરણ 10નું ઉજ્જવળ પરિણામ.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2021-22 માં લેવામાં આવેલ એસ.એસ.સી.ની પરીક્ષામાં સુરતની એલ.પી.સવાણી ગ્રુપ ઑફ સ્કૂલ્સનું 100 ટકા ઝળહળતું પરિણામ આવ્યું છે. 25 વિદ્યાર્થીઑ ગણિત વિષયમાં 20 વિદ્યાર્થીઑ વિજ્ઞાન વિષયમાં 15 વિદ્યાર્થીઑ અંગ્રેજી વિષયમાં 20 વિદ્યાર્થી ઑ સમાજિક વિજ્ઞાન વિષયમાં 100 માથી 100 માર્ક લાવી શાળાને ગૌરવ અપાવ્યું છે.

આ સાથે સ્કૂલના મેનેજમેન્ટના સચોટ માર્ગદર્શન હેઠળ આચાર્ય દ્વારા અમલીકરણ, શિક્ષકોના અથાગ પ્રયત્નો, શૈક્ષણિક પ્રયુક્તિઓ, વિદ્યાર્થીઓની મહેનત અને નિયમિત હાજરી ઉપરાંત વાલીઓનો સહકાર ઉજ્વળ પરિણામ ના પાયાથી જ રહેલ હતું .

એલ.પી.સવાણી સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા તમામ શિક્ષકો વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. .A1 અને A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઑ માં કેટલાક વિદ્યાર્થી ઑ ના વાલીશ્રી ઑ નાના પાયાના ઉધ્યોગ અને મજૂરી કામ સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થી ઑની અથાગ મેહનત અને શાળાનું માર્ગદર્શન વિદ્યાર્થીઑને આ શિખરસર કરવામાં ઉપયોગી બન્યું હતું.

એલ.પી.સવાણી ગ્રુપ ઑફ સ્કૂલ્સના ચેરમેન શ્રી માવજીભાઇ સવાણી અને વાઇસચેરમેન શ્રી ધર્મેન્દ્રભાઈ સવાણી એ વિદ્યાર્થીઑના વાલીશ્રીઑ ને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા. અને ભવિષ્યલક્ષી કારકિર્દી હેતુસર અભ્યાસ પસંદ કરવા માટે માર્ગદર્શન પ્રદાન કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button