આધુનિકતાથી સજ્જ નવેલી હોસ્પિટલ નું સી આર પાટીલ પાટીલના વરદ હસ્તે ઉદ્ઘાટન
રવિવાર, 20મી ફેબ્રુઆરી, 2022 ના રોજ સવારે 9 વાગ્યે નાવેલી હોસ્પિટલ, ન્યુ સિટીલાઇટ રોડ, સુરતના ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું તે માટે સુરત શહેર ના મૌભી એવા સૌને આમંત્રિત કરતાં નવેલી હોસ્પિટલના ડિરેક્ટરોએ અત્યંત આનંદ વ્યકત કર્યો હતો.
આ હોસ્પિટલનું ઉદઘાટન મુખ્ય મહેમાન સી આર પાટીલ, (પ્રમુખ ભાજપ ગુજરાત) ની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું
આ ઉપરાંત ઉદઘાટન માં સન્માનિત અતિથિઓ , સંગીતાબેન પાટીલ, MLA ; પરેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, કિશોરભાઈ બિંદલ, મહામંત્રી, ભાજપ સુરત ; અમિતસિંહ રાજપૂત, શાસક પક્ષના નેતા, ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ, સિન્ડિકેટ સભ્ય, VNSGU, સુરત.
ઉપરોકત તમામ મહાનુભાવોનએ હાજરી આપી અને *નવેલી હોસ્પિટલ* ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી .
તેમજ આ હોસ્પિટલના તમામ ડોક્ટર મિત્રોની ટીમ દ્વારા સુરત શહેર ના આરોગ્ય ને શ્રેષ્ઠ બનાવી કોઇ પણ પ્રકારની બિમારીને ખૂબજ સારી રીતે નિદાન કરી દર્દી ને સ્વસ્થ રીતે પોતાના પરિવાર માં જઇ શકશે તેવા હેતુ સર આ હોસ્પિટલ ની સ્થાપના કરવામાં આવી છે તેવુ જણાવ્યું હતું