સુરત

વિશ્વની શ્રેષ્ઠ રોબોટીક ટેક્નોલૉજી દ્વારા વિવિધ પ્રકારની સર્જરી હવે કિરણ હોસ્પિટલ સુરતમાં મલ્ટી ટાસ્ક રોબોટ દ્વારા થશે

હવે જટીલ-ખૂબ જ અઘરી સર્જરી પણ રોબોટ દ્વારા વધુ સરળતાથી અને ખૂબ જ ચોકસાઇ સાથે અને ચીવટપૂર્વક થઈ શકશે

સામાન્ય રીતે સર્જન ઓપરેશન દરમિયાન આંખથી જે જોઈ શકે છે તેના કરતાં 10 ગણું મોટું અને 3D ઇમેજ સાથે રોબોટ થી સ્ક્રીન પર જોઈ શકાય છે અને સર્જરી ખૂબ સરળતાથી અને ચોકસાઇ પૂર્વક થશે. એટલે કે રૉબોટ સર્જનની આંખ બનીને સર્જરી કરશે.
આ ઉપરાંત રોબોટ સર્જનના હાથ તરીકે કામ કરશે પરંતુ તેની વિશેષતા એ છે કે સર્જન પોતાનો હાથ ફક્ત 180 ડિગ્રી સુધીની જ મુવમેન્ટ કરી શકે છે જ્યારે રોબોટ 540 ડિગ્રી ની મુવમેન્ટ સાથે ઓપરેશન કરી શકે છે જેના કારણે ખૂબ જ જટીલ સર્જરી પણ આસાનીથી થઈ શકે છે. ઘણા ઓપરેશનોમાં સર્જન ને ઊંડાણમાં રહેલા અમુક ભાગો સુધી પહોચીને કામ કરવું ઘણું મુશ્કેલ થતું હોય છે એવું કામ રોબોટ સરળતાથી કરી શકે છે.

રોબોટથી કરવામાં આવતી સર્જરી કાપ-કૂપ વગર નાના છિદ્રો દ્વારા ખૂબ જ ચોકસાઇથી શક્ય બને છે જેથી દર્દીઓને ઇન્ફેકશન લાગવાની શક્યતા રહેતી નથી, ઓપરેશન પછી દુખાવો નહિવત થાઈ છે, લોહી ચડાવવાની જરૂર પડતી નથી, હોસ્પીટલમાં રોકાણ ઓછું થાય છે અને ઝડપ થી રીકવરી આવવાથી દર્દીને પોતાનું રેગ્યુલર કામકાજ પણ ઓપરેશન પછી વહેલા શરૂ કરી શકે છે.

વધુમાં કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી માથુરભાઇ સવાણી જણાવતા..મલ્ટી ટાસ્ક રોબોટથી કેન્સરના વિવિધ પ્રકારના ઓપરેશન જેમકે યુરોલોજી – મૂત્રાશય, પ્રોસ્ટેટ તેમજ કિડનીને લગતી સર્જરી, પેટ અને આંતરડા, લિવર, પિત્તાશય, હર્નિયા(સારણ ગાંઠ), બિરિયાટ્રિક (વજન ઘટાડવાની) સર્જરી, સ્ત્રી રોગોને લગતી તમામ પ્રકારની સર્જરીઓ ખૂબ જ સરળતાથી ચોકસાઇ પૂર્વક કરી શકાઈ છે.

કિરણ હોસ્પિટલ દેશની ટોપ-૧૦ હોસ્પિટલો પૈકી એક છે, પાંચ વર્ષમાં ૧૬ લાખથી વધારે લોકોએ કિરણ હોસ્પિટલની સેવાનો લાભ લીધો છે. હોસ્પિટલમાં અતિઆધુનિક સુવિધાઓ ધરાવતા ૪૨ વિભાગો ૨૪ કલાક લોકોની સેવામાં ઉપલબ્ધ હોય છે. દક્ષિણ ગુજરાતમાં કદી ન થયા હોય તેવા ઓપરેશનો જેવા કે લીવર ટ્રાન્સપ્લાન્ટ, બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ, કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા ઓપરેશનો કિરણ હોસ્પીટલમાં થઈ રહ્યા છે. કિરણ હોસ્પિટલ અતિઆધુનિક સાધનો ઉપલબ્ધ કરવા માટે હમેશાં પ્રયત્નશીલ રહે છે તેથી દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ મલ્ટી ટાસ્ક રોબોટિક સર્જરી કિરણ હોસ્પીટલમાં ઉપલબ્ધ થઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button