સુરત
કતારગામમાં મહિલાઓના તમામ રોગોની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ક્લાઉડ-૭ વુમન હોસ્પિટલનો શુભારંભ થયો
સુરત , કતારગામ વિસ્તારની ગજેરા સ્કુલ પાસે લક્ષ્મી એન્ક્લેવમાં ક્લાઉડ-૭ વુમન હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે. આ હોસ્પિટલના ઉદગાટન કાર્યક્રમમાં સાંસદ સી.આર.પાટીલ,, મંત્રી વિનુ મોરડીયા સહિતના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા
હોસ્પિટલના ઉદગાટન કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ક્લાઉડ-૭ વુમન હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબોની દેખરેખ હેઠળ ગર્ભવતી મહિલાઓની નોર્મલ, વેક્યુમ તથા પેનલેસ ડિલિવરી સાથે સાથે સિઝેરિયન ડિલિવરી પણ કરાશે.
હોસ્પિટલમાં હાઈરિસ્ક પ્રેગનેન્સીસિ એન્ડ મેનેજમેન્ટ, એડવાન્સ લેપ્રોસ્કોપી સેન્ટર, અલ્ટ્રા સોનોગ્રાફી, ગાયનેક સર્જરી, આઈવીએફ, ગાયનેક કેન્સર સ્ક્રિનિંગ સહિતની વિવિધ સારવાર આપવામાં આવશે. ઉપરાંત ૨૪x૭ ઈસરજન્સી સારવાર પણ આ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.