એજ્યુકેશનગુજરાતસુરત

સુરતમાં સ્થપાયો વિશ્વ રેકોર્ડ : એક સાથે એક જ સ્થળે 11,111 લોકો તિરંગાનું ટેગ લગાવી પ્રતિજ્ઞા લીધી

વરાછા ઉમિયાધામ મંદિર ગ્રાઉન્ડ પર અર્ચના વિદ્યા નિકેતન દ્વારા કરાયું કાર્યક્રમનું આયોજન

વિશ્વ સ્તરે અનેક કીર્તિમાન સ્થાપનાર સુરત શહેરના નામે 26મી ફેબ્રુઆરીના રોજ વધુ એક વિશ્વ કીર્તિમાન સ્થાપિત થયો છે. આનું શ્રેય જાય છે અર્ચના વિદ્યા નિકેતન,એક સોચ એનજીઓ- રીતુ રાઠી, ડૉ.શ્રીનિવાસ મિટકુલ, ગોયલ એન્ટરપ્રાઈઝ, રત્ન સાગર વિદ્યાલય અને મંગલમ્ વિદ્યાલય, ભરારી ફાઉન્ડેશનને.

આ તમામ સંસ્થાઓ દ્વારા યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડના હોલ્ડર અશ્વિનભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ “હર દિલ તિરંગા” શીર્ષક હેઠળ આયોજિત કાર્યક્રમમાં એક સાથે એક જ સ્થળે 11,111 લોકો તિરંગાનું ટેગ લગાવી પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જે એક વિશ્વ કીર્તિમાન સ્થાપીત થયો હતો. આ વિશ્વ રેકોર્ડને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ,યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.

આ અંગે માહિતી આપતા આયોજકો દ્વારા જણાવ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન 26મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4 કલાકે વરાછા ઉમિયાધામ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ પહેલા અર્ચના વિદ્યા નિકેતન સહિત સહભાગી સંસ્થાઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. એક લાખથી વધુ લોકો સુધી સ્વયમ્ સેવકો પહોંચ્યા હતા અને તિરંગા વિશે જાગૃતિ ફેલાવી હતી. આ પણ એક વિશ્વ રેકોર્ડ બન્યો છે.

આજરોજ 26મી ફેબ્રુઆરીના રોજ ઉમિયાધામ મંદિર ખાતે એક સાથે 11,111 લોકોને તિરંગા ટેગ અર્પણ કરવામાં આવ્યા હતા અને આ તમામ લોકોએ ટેગ લગાવી તિરંગાને હંમેશા હૃદય સાથે લગાવી રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ રીતે એક સાથે આટલી સંખ્યામાં તિરંગા ના ટેગ સાથે પ્રતિજ્ઞા લેવાની વિશ્વની આ પહેલી ઘટના હતી. જેની નોંધ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરિયા, પ્રદેશ પ્રમુખ ગુજરાત ભાજપ – રઘુભાઈ હુંબલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, સંદિપભાઇ દેસાઈ, પ્રવીણ ઘોઘારી સહિત જશુભાઇ પટેલ,રાજુભાઈ પટેલ તેમજ ઉમિયાધામ ટ્રસ્ટ પરિવાર, કાનજીભાઈ ભાલાળા તેમજ અન્ય સમાજ શ્રેષ્ઠીઓ પણ ઉપસ્થિત રહયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button