એન્ટરટેઇન્મેન્ટ

એન્ડપિક્ચર્સ પરઆ શનિવાર જૂઓ તાપસી પન્નુની દિલધડક ફિઝીકલ થ્રિલર બ્લરનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર

આ સપ્તાહને અંતે, તમારી જાત પર કાબુ રાખો અને કેટલાક દિલધડક અનુભવ માટે તૈયાર થઈ જાઓ કેમકે તાપસી પન્નુનું બ્લર તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર માટે તૈયાર છે, આ શનિવાર રાત્રે 9.30 વાગે ફક્ત એન્ડપિક્ચર્સ પર. આ મૂવી અજય બહલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે, જેમને આ પહેલા સેક્શન 375 બનાવ્યું હતું. બ્લરએ તાપસી પન્નુનું સર્વપ્રથમ પ્રોડક્શન વેન્ચર છે. આ ફિલ્મમાં યુવા ઉર્જાવાન કાસ્ટ જેવા કે, ગુલશન દેવૈયાહ અને અભિષેક થાપલિયાલનો પણ સમાવેશ થાય છે.

સ્પેનિશ ફિલ્મ જુલિયા’સ આઇસના ઓફિશિયલ રિમેક તરીકે બ્લરની વાર્તા ગાયત્રીની આસપાસ ફરે છે, આ પાત્ર ચાપસી દ્વારા કરવામાં આવ્યું છે, જે તેના જેવી જ દેખાતી તેની જોડિયા બહેન ગૌતમીના મૃત્યુ પાછળના રહસ્યને ઉકેલવા માટે મહેનત કરી રહી છે.આ સમયની સાથે લડવાની રેસ છે, કેમકે તે તેની દ્રષ્ટિ ખોઇ રહી છે. શું તે તેની જોડિયા બહેનના ખૂનીને ઓળખી શકશે? કે તેનો પીછો કરતી વખતે મરી જશે? શું તેના પોતાનામાં પણ કોઈ એવું છે, જેને તેને દગો દીધો છે? બ્લર તેના દર્શકોને અણધારી રોલર કોસ્ટર ટ્રીપ પર લઈ જાય છે. આની વાર્તા એટલી દિલધડક છે કે, તે દર્શકોને સસ્પેન્સની સાથે આશ્ચર્યજનક વણાંક પણ આપે છે.

મૂવીની સાથે, તાપસીનું પફોર્મન્સ એટલું સુક્ષ્મ છે કે, જેમ-જેમ વાર્તા આગળ વધતી જશે એ રીતે તેના પાત્રની અલગ-અલગ સાઈડ દર્શકોની સામે આવતી જશે. ગુલશન, જે ફિલ્મમાં તાપસીના પતિનું પાત્ર કરી રહ્યો છે, તેને અત્યંત ઝીણવટભર્યો છતા પણ જોરદાર અભિનય કર્યો છે, જે તેની અભિનય ક્ષમતાનો પૂરાવો આપે છે. અભિલાષ તેના વિલક્ષણ – વિચિત્ર પાત્રનું નિરૂપણ કરતી વખતે અપેક્ષાઓથી વધુ સારું આવે છે.

ફિલ્મ વિશે વાત કરતા ગુલશન દેવૈયાહ કહે છે, “બ્લરએ એક સાયકોલોજિકલ થ્રિલર છે, જે તમને હોરર ફિલ્મનો અનુભવ કરાવશે. કોઈ ભૂતન હોવા છતા પણ, તે વિઝ્યુઅલ્સ અને અવાજને લીધે એવો અનુભવ થાય છે. બ્લરએ સ્પેનિશ ફિલ્મ જુલિયા’સ આઇનું રિમેક છે, મેં મૂળ ફિલ્મ નથી જોઈ કેમકે એક કલાકાર તરીકે, તમે ક્યારેક કોઈ પૂર્વ ધારણા બાંધી લો છો, તો હું આ કરવા ઇચ્છતો ન હતો. હું એક એવો કલાકાર છું, જે ડિરેક્ટરના દ્રષ્ટિકોણની સાથે આગળ વધવા ઇચ્છે છે અને અમારા ડિરેક્ટર અજય બહલને ખાતરી છે કે, તેને શું જોઈએ છે. સાથોસાથ મને તાપસી (પન્નુ)ની સાથે કામ કરવાની પણ ખૂબ જ મજા આવી છે. તે એક અદ્દભુત કલાકાર છે અને આ ફિલ્મની સાથે તો તે પ્રોડ્યુસર તરીકે આવી છે, જે ખરેખર અદ્દભુત છે. એન્ડપિક્ચર્સ પર તેના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરની સાથે, હું અમારી આ ફિલ્મને દર્શકોની સામે રજૂ કરતા ખૂબ જ ઉત્સાહિત છું.”

અભિલાષ થપલિયાલ, જે ફિલ્મમાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે, કહે છે, “બ્લરમાં મારું પાત્ર કરવું સૌથી મુશ્કેલ હતું કેમકે, મારા પાત્રમાં ઘણા સ્તર હતા, તો મને તૈયારી કરવાનો જરા પણ મોકો નથી મળ્યો, કેમકે મને ફિલ્મમાં બીજો હિસ્સો કરવા માટે લેવામાં આવ્યો હતો અને તેના માટે અમે શૂટિંગ પણ શરૂ કરી દીધું હતું., ત્યારબાદ અજય સરએ મને આ પાત્ર કરવાનું ઓફર કર્યું. એક સમયે, તો પાત્ર મારા પર એટલું હાવી થઈ ગયું હતું કે, તેની મારા પર ભાવનાત્મક અસર થઈ હતી.

મારા કામનો ઘણો ખરો શ્રેય અજય સરને જાય છે, જેમને મારામાંથી શ્રેષ્ઠ લાવવાનું કામ કર્યું છે. તાપસી અને ગુલશનની સાથેનો સહયોગનો અનુભવ પણ ખૂબ જ જોરદાર રહ્યો. તાપસીની સાથે તો મેં આ પહેલા પણ કામ કર્યું છે તો, અમે કામ કરતા પણ વધુ સારા સંબંધો ધરાવીએ છીએ. તે ખૂબ જ સારી કલાકાર છે, તો એક સહ-કલાકાર તરીકે તેનો સહયોગ ખૂબ જ જોરદાર રહે છે. બ્લરને ઓટીટી પર ખૂબ જ સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને હું આશા રાખું છું કે, એન્ડપિક્ચર્સ પર પણ દર્શકો તેને જોઈને આટલો સારો જ પ્રતિસાદ આપશે.”

સમયથી લડીને શું ગાયત્રી ખૂનીને શોધી શકશે? જૂઓ બ્લરનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર આ શનિવાર રાત્રે 9.30 વાગે ફક્ત એન્ડપિક્ચર્સ પર

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button