સૂરતમાં યોજાયેલ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશનમાં ડેરી પ્રોડક્ટમાં વાસ્તુ ડેરીની ઉત્કૃષ્ટ કામગીરી નોંધાઇ

સૂરત :- વૈશ્વિક સ્તરે વેપાર-વાણિજ્યમાં જો કોઇ ડંકો વગાડતું હોય તે ગુજરાતી ઉદ્યોગકાર છે. ગુજરાતના ઉદ્યોગકારો એક સાથે મળીને આગળ આવવા માટે વિશ્વમાં અગ્રસ્થાન ધરાવે છે. સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરે વેપારને વેગ આપવા માટે સૂરતમાં તાજેતરમાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ અને એક્ઝિબિશન યોજાય ગયું. જેમાં અલગ-અલગ સેક્ટરના ઉદ્યોગકારો સામેલ હતા.
કોરોના મહામારી બાદ યોજાયેલ આ પહેલી બિઝનસ સમિટમાં હેલ્થ પ્રત્યે જાગૃત્તા લાવવા માટે ડેરી પ્રોડક્ટમાં વાસ્તુ ડેરીની બિઝનેસ સમિટમાં ઉત્કૃષ્ટ ઉપસ્થીતી જોવા મળી હતી. વાસ્તુ ડેરીના ભુપતભાઈ સુખડિયાએ જણાવ્યું કે અમારો હેતુ માત્ર કમાણી કરવાનો નહીં પરંતુ સમાજ સેવા કરવાનો છે. મહામારી બાદ દરેક લોકોમાં ઇમ્યુનિટી વધારવાનો અમારો પ્રયાસ છે અને તેના અનુસંધાને અમે ડેરી પ્રોડ્ક્ટને વેગ આપી રહ્યાં છે.
ખાસ કરીને વાસ્તુ ઘી અને ગોશાલા બ્રાન્ડ હેઠળ A2 દૂધ ઔર ઘીનું ઉત્પાદન કરીએ છીએ અને દેશ-વિદેશમાં લોકો સુધીપહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે કોરોના બાદ હેલ્થ પ્રત્યે જાગ્રૃતત્તા વધી છે અને આવા સમયે સમાજમાં શ્રેષ્ઠ મૂલ્યોનું પ્રદાન કરવાનો અવસર મળ્યો છે.
સુરત એ ગુજરાતનું આર્થિક અને ઔદ્યોગિક કેપિટલ તરીકે સુવિખ્યાત છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી સ્થળાંતર થઈને આવેલ પાટીદારોએ સખત પરિશ્રમ અને સાહસિકતાના ગુણોથી ડાયમંડ, ટેક્ષટાઈલ્સ, રિયલ એસ્ટેટ તેમજ વિવિધ વ્યવસાયોમાં પ્રગતિ કરી છે,
ત્યારે મિશન 2026 હેઠળ રાજ્યમાં સર્વ ક્ષેત્રમાં ઉદ્યોગ/વ્યાપારનો વિકાસ થાય, નવા ઉદ્યોગ સાહસિકો મળે, અને તે દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે વધુ રોજગારીના અવસરો પેદા થાય, સાથોસાથ યુવા ઉદ્યોગસાહસિકોને પ્રગતિ માટે ગ્લોબલ પ્લેટફોર્મ મળે તેવો પાટીદાર ગ્લોબલ સમિટનો મુખ્ય હેતુ છે.