એજ્યુકેશન

અર્ચના વિદ્યા નિકેતનમાં વસંત પંચમી નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

વરાછા સ્થિત કમલ પાર્ક નજીક આવેલી અર્ચના વિદ્યા નિકેતન શાળામાં સરસ્વતીનો અવતરણ દિવસ એટલે કે વસંતપંચમી નિમિત્તે શાળામાં વિદ્યાર્થીઓ પાસે સરસ્વતી માતાની આરતી કરાવી ત્યાર પછી વાલીઓ પોતાના બાળકોને સરસ્વતી માતાનું મહત્વ અને વસંત પંચમીનુ મહત્વ સમજાવે તેમજ બાળકો શ્લોક ગાન કરે અને વાલીઓ તે શ્લોકનો અર્થ સમજાવે તેવી ઓનલાઈન વકૃત્વ સ્પર્ધા અને શ્લોક ગાન સ્પર્ધાનું આયોજન કરી વસંત પંચમીની ઉજવણી કરી હતી.

તેની સાથે-સાથે દાતાશ્રીઓ દ્વારા શિક્ષણ દાન આપવામાં આવ્યું હતું. દાતાશ્રી કાતરીયા ધીરુભાઈ ની સંસ્થા પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા અને શાળાના શિક્ષક શ્રી હંસાબેન હિંમતભાઈ કેરડીયા દ્વારા શૈક્ષણિક કીટ દાન સ્વરૂપે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના આચાર્યાશ્રી રજીતાબેન તુમ્મા અને પ્રમુખશ્રી ધીરુભાઈ પરડવા એ વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટ શિક્ષણદાન માં આપવા બદલ દાન આપનાર દાતાશ્રીઓને શુભેચ્છા પાઠવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button