ગુજરાત
વાપી: ચલા વિસ્તારના મહાલક્ષ્મીનગર-સુર્યમ ફ્લેટ્સમાં યુવાનો ગરબે ઘુમ્યા

ચલા વિસ્તારના મહાલક્ષ્મીનગર-સુર્યમ ફ્લેટ્સના રહેવાસીઓ માતાજીની આરતી કર્યા બાદ વિવિધ પારંપરિક વેશભૂષા પરિધાન કરીને અવનવા ગરબાની શૈલી પ્રસ્તુત કરી માતાજીને રાજી કરવા થનગની રહ્યાં છે.
વાપીમાં ધંધાકિય ડાંડીયા-રાસની સાથે શેરી-મહોલ્લામાં નાના ભૂલકાથી લઈ મોટેરાઓ સૌ કોઈ માતાજીની શક્તિ ઊપાસનામાં મગ્ન થયાં છે.
તસ્વીરમાં જોઈ શકાય છે કે નાના ભૂલકાઓમાં પણ રાસ રમવાનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.