સુરત: દુર્ગાષ્ટમીએ યુવાધન હિલોળે ચઢ્યું
પિપલોદ વિસ્તારના તિરુપતીનગરમાં સરસ શણગાર સાથે દુર્ગાષ્ટમીની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં પારંપરિક વેશભૂષા સાથે માથે ગરબી મુકી યુવતીઓ અને નાના ભૂલકાઓ ગરબે ઘૂમ્યા હતા.
વેસુ વિસ્તારના સુમન શૈલમાં પણ દુર્ગાષ્ટમી નિમીત્તે બાળકો સહિત મોટેરાઓ ગરબા રમવામાં મગ્ન થયા હતાં.વેસુ વિસ્તારના સુમન શૈલમાં પણ દુર્ગાષ્ટમી નિમીત્તે પારંપરિક વેશભૂષામાં યુવાધન. સુમનશૈલ એ ટાવરમાં ગરબાની રમઝટસુમન શૈલ બી ટાવરમાં મહાઆરતી કરતી મહિલાઓ અને ડાંડીયા રમતા ખેલૈયાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ડિંડોલી વિસ્તારના પ્રયોશા પાર્ક-2માં દુર્ગાષ્ટમી નિમીત્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
અડાજણનાં હનીપાર્ક રોડ પાસે આવેલાગીત ગોવિંદ ફ્લેટ્સમાં માતાજીના મંડપમાં રંગોળી સાથે શણગાર કરવામા આવ્યું હતુ, તેમજ પારંપરિક ગરબા રમી સૌના સારા આરોગ્ય માટે પ્રાર્થના કરવામા આવી હતી.