એજ્યુકેશન

ગુજરાતની તમામ ખાનગી યુનિવર્સિટીઓમાં વડોદરાની TLSU 12 મા ક્રમે અને પશ્ચિમ ઝોનમાં 15 મા ક્રમે

તમામ રાજ્યની ખાનગી યુનિવર્સિટીઓમાં TLSU ભારતમાં 110 માં ક્રમે

વડોદરા: ટેક્નોલોજીના સમયગાળામાં હવે માત્ર ઉચ્ચ અભ્યાસની જ જરૂર નહીં રહે તેની સાથે તમામ સેક્ટરમાં સ્કિલ ડેવલપમેન્ટ આવશ્યક બન્યું છે આ બાબતે ગુજરાતની એક માત્ર યુનિવસર્ટી ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી (TLSU), દરેક સેક્ટરમાં કૌશલ્ય (સ્કિલ) પુરૂ પાડતી મુખ્ય સંસ્થા બની ચૂકી છે. ભારતની પ્રથમ વ્યાવસાયિક સ્કિલ્સ યુનિવર્સિટી છે જે ભારતીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્ક 2022 (IIRF 2022) મુજબ તમામ રાજ્ય ની ખાનગી યુનિવર્સિટીઓમાં ભારતમાં 110 મા ક્રમે પહોંચી છે.

રેન્કિંગ એજ્યુકેશન પોસ્ટ વોલ્યુમ IX ના 11 ના વિશેષ અંકમાં જણાવવામાં આવ્યું હતું. TLSU, સ્કિલ આધારિત અને કાર્ય-સંકલિત શિક્ષણ કાર્યક્રમો માટે પ્રખ્યાત, વડોદરાની સૂચિબદ્ધ રાજ્ય ખાનગી યુનિવર્સિટીઓમાં 2 જા ક્રમે જ્યારે ગુજરાતની તમામ રાજ્ય ખાનગી યુનિવર્સિટીઓમાં 12મું અને પશ્ચિમ ઝોનમાં 15માં ક્રમે સ્થાન ધરાવે છે.

યુનિવર્સિટી કે જેણે અત્યાર સુધીમાં 150000 થી વધુ વ્યક્તિઓને ડિમાન્ડ-સપ્લાય ગેપને પૂરો કરવામાં મદદ કરવા માટે તાલીમ આપી છે તેનો એકંદરે ઇન્ડેક્સ સ્કોર 849.06 રહ્યો હતો. IIRF રેન્કિંગ સાત નિર્ણાયક પરિમાણો પર આધારિત છે જે પ્લેસમેન્ટ પરફોર્મન્સ, ટિચીંગ લર્નિંગ, રિસર્ચ અને શિક્ષણશાસ્ત્ર, રિસર્ચ (વોલ્યુમ, આવક અને પ્રતિષ્ઠા), ઇન્ડસ્ટ્રીઝ આવક અને ઇન્ટીગ્રેશન, પ્લેસમેન્ટ વ્યૂહરચના અને સપોર્ટ, ભાવિ ઓરિએન્ટેશન અને બાહ્ય દ્રષ્ટિકોણ અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણનો સમાવેશ થાય છે.

આ પ્રસિધ્ધિ વિશે ડો. અવની ઉમટ પ્રોવોસ્ટ, TLSU એ જણાવ્યું હતું કે યુનિવર્સિટીની પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ તેમની રોજગારી પણ સુનિશ્ચિત કરવાનો છે. “અમે હંમેશા વિદ્યાર્થીઓને નોકરી માટે તૈયાર બનાવવા પર ભાર મૂક્યો છે અને અમારી ઇન્ડસ્ટ્રીઝ પાર્ટનરશિપ અને શિક્ષણ પદ્ધતિઓ એવા પરિણામ તરફ નિર્દેશિત છે જે તમામ લોકોને લાભ આપે છે અને રેન્કિંગ અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button