સુરત

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયાના સહયોગથી નિર્માણ થયેલા ભારતના સૌપ્રથમ સંપૂર્ણ સ્ટીલ સ્લેગ રોડનું કેન્દ્રીય સ્ટીલ મંત્રીના હસ્તે ઉદ્દઘાટન

આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમ/એનએસ ઈન્ડીયા) અને દેશના મોખરાની વૈજ્ઞાનિક સંસ્થાએ સ્ટીલ ઉત્પાદનમાંથી મળતાં ઉચ્ચ સ્લેગનો ઉપયોગ કરીને 6 લેનના રોડનુ નિર્માણ કર્યું

હજીરા, ગુજરાત, ૧૫ જૂન : કેન્દ્રના સ્ટીલ મંત્રી શ્રી રામ ચંદ્ર પ્રસાદ સિંઘે આજે સંપૂર્ણ અને વિશિષ્ઠ સ્ટીલના સ્લેગથી ડિઝાઈન કરીને તૈયાર કરવામાં આવેલા ભારતના સૌપ્રથમ રોડનુ ઉદ્ઘાટન કર્યુ હતું. સ્ટીલ સ્લેગએ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા નામની વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓનુ સંયુકત સાહસ (એએમ\એનએસ ઈન્ડીયા) આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા દ્વારા સ્ટીલના ઉત્પાદન વખતે પ્રાપ્ત થતી પેટાપેદાશ છે.

સુરતમાં 1 કિ.મીનો 6 લેનના રોડનું નિર્માણ એએમ/એનએસ ઈન્ડીયાના હજીરા પ્લાન્ટમાંથી આશરે 1 લાખ ટન પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગનો ઉપયોગ કરીને કરવામાં આવ્યુ છે. જેને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઈન્સ્ટિટયુટ (CRRI) – કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (CSIR) ની લોબોરેટરીના સહયોગથી વિકસાવવામાં આવ્યો છે.

આ ઉદ્ઘાટન પ્રસંગે રોડ અંગે પ્રતિભાવ આપતાં કેન્દ્રના સ્ટીલ મંત્રી શ્રી રામ ચંદ્ર પ્રસાદ સિંઘે જણાવ્યુ હતું કે “આ સિમાચિન્હરૂપ પ્રોજેકટ એએમ/એનએસ ઈન્ડીયાની રિસાયકલ અને રિયુઝની કટિબધ્ધતાનુ પરિણામ છે, જે પ્રશંસાપાત્ર છે. ભારતનો સ્ટીલ ઉદ્યોગ જેમ જેમ વૃધ્ધિ પામતો જાય છે તેમ તેમ ઔદ્યોગિક ઈનોવેશન તથા સરક્યુલર મેન્યુફેકચરીંગ વૃધ્ધિમાં વધારો થઈ રહયા છે.” તે પછી મંત્રીશ્રીએ એએમ/એનએસ ઈન્ડીયાના પ્લાન્ટ અને વિસ્તરણ યોજનાના સ્થળની મુલાકાત લીધી હતી.

આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમ/એનએસ ઈન્ડીયા)ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી દિલીપ ઓમ્મેનએ જણાવ્યુ કે “સીઆરઆરઆઈના સહયોગથી એએમ/એનએસ ઈન્ડીયા માર્ગ નિર્માણમાં નેચરલ એગ્રીગેટસનો વિકલ્પ વિકસાવવાનુ ગૌરવ અનુભવે છે. જે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધરાવે છે અને ખર્ચમાં સ્પર્ધાત્મક છે તથા કુદરતી સ્ત્રોતો ઉપરનો બોજ ઘટાડે છે. વેસ્ટ ટુ વેલ્થ અને ક્લિન ઈન્ડીયા ઝુંબેશના ભાગ તરીકે હાથ ધરાયેલો આ નવતર પ્રકારનો પ્રયાસ સરક્યુલર ઈકોનોમિમાં યોગદાન સાકાર કરે છે અને સાથે સાથે અન્ય લોકો અપનાવી શકે તેવુ ઉદાહરણ પણ પૂરૂ પાડે છે.”

એએમ/એનએસ ઈન્ડીયાને તાજેતરમાં જીઆર ઈનફ્રાપ્રોજેકટ તરફથી સ્ટીલ સ્લેગનો જથ્થો પૂરો પાડવાનો ઓર્ડર મળ્યો છે, જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડીયા (એનએચએઆઈ) 36.93 કિ.મી.નો સુરત નજીક એના ગામથી કીમ સુધીનો આઠ લેનના રોડ માટે આપવામાં આવ્યો છે. શરૂઆતી ઓર્ડર 1 લાખ ટન સ્ટીલ સ્લેગ પૂરો પાડવાનો છે. 350 ટન સ્ટીલ સ્લેગના પ્રથમ કન્સાઈનમેન્ટને ગત અઠવાડિયે એએમ/એનએસ ઈન્ડીયા ખાતેથી રવાના કરવામાં આવ્યો હતો.

હજીરામાં એએમ/એનએસ ઈન્ડીયાનો વાર્ષિક 9 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા ધરાવતો સુસંકલિત પ્લાન્ટ ઈલેક્ટ્રિક આર્ક ફર્નેસિસ\કોનાર્ક ફર્નેસિસમાં 2મિલિયન ટન સ્ટીલ સ્લેગ પેદા કરે છે. સ્ટીલ સ્લેગનો ઉપયોગ ઘણા સમયથી રોડ બનાવવા તથા બાંધકામ ક્ષેત્ર માટે કરવામાં આવતો પણ તેની ગુણવત્તા અને અસરકારકતાને નિયંત્રિત કે મોનિટર કરવામાં આવતી નહીં હતી. જેના નિરાકરણ માટે કેન્દ્ર સરકારના સ્ટીલ મંત્રાલયે માર્ગ નિર્માણમાં સ્ટીલ સ્લેગના ઉપયોગ અંગે વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવા માટે પ્રોજેકટ એનાયત કર્યો હતો.

જેમાં એએમ/એનએસ ઈન્ડીયાએ ઈન્ડસ્ટ્રી પાર્ટનર બનવાનુ સ્વીકાર્યુ હતું. પરિણામરૂપ પ્રોસેસ કરાયેલા સ્ટીલ સ્લેગ વૈજ્ઞાનિક દ્રષ્ટીએ રોડ અને હાઈવે બાંધકામમાં વપરાતા કુદરતી સંશાધિત સ્ત્રોતની તુલનામાં ટકાઉ અને કરકસરયુક્ત જણાય આવ્યો હતો. આ અગાઉ દેશમાં અંશતઃ પથ્થરની કપચીને બદલે દુનિયામાં કદાચ પ્રથમ વખત સ્ટીલ સ્લેગના સ્તરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નવો તૈયાર કરાયેલો રોડ સુરત જીલ્લા માટે મહત્વનો ટ્રાન્સપોર્ટ કોરિડોર બની રહેશ કારણકે દૈનિક અંદાજિત 1000 થી 1200 ભારે વાહનો આ રોડ પરથી અવર-જવર કરે છે. આ રોડની મજબૂતાઈ દેશના માર્ગ નિર્માણ ક્ષેત્રે રિસાયકલ કરેલી સામગ્રીના ઉપયોગ અને ભારતમાં હાઈવે નિર્માણમાં નવતર પ્રકારના પ્રયત્નની સંભાવના પૂરવાર કરે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button