સુરત

જૂન-2022માં વરસાદી ઝાપટાંએ સચિન જીઆઈડીસીનો નકસો ગંદો-ગોબરો કરી નાંખ્યો

સચીન જીઆઈડીસી રાજ્યની બીજા ક્રમે આવનારી જીઆઈડીસી છે, છેલ્લાં 3થી 4 વર્ષ દરમિયાન પડેલાં વરસાદે સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોને ઘણું નુકસાન પહોંચાડી દિધું છે. વર્ષ-2022ના સમયગાળા દરમિયાન અન્ડર ગ્રાઉન્ડ કેબલીંગની કામગીરી દરમિયાન શાસકો અને જે તે કોન્ટ્રાક્ટરોએ પોતાના કામમાં કાળજી નહીં રાખી હોવાથી હાલ જૂન-2022ના શરૂઆતી વરસાદી ઝાપટાંએ સચિન જીઆઈડીસીના મુખ્યમાર્ગ સહિત પેટાગલીઓના માર્ગોની દશા બદલી નાંખી છે. પેટા ગલીઓમાં ચીકણી માટી વરસાદી પાણીના સંપર્કમાં આવતાં રોડ લપસણો થઈ ગયો છે, અને ટુ વ્હીલરથી માંડીને ફોર વ્હીલર પણ અગરપાટા રમે છે.

શાસકોએ પોતાનું કામ ચોક્કસાઈ પૂર્વક કર્યુ નથી અને કોન્ટ્રાક્ટરે કામમાં વેઠ ઉતારી હોય તેવાં દ્રશ્યો સચિન જીઆઈડીસીમાં છેલ્લાં ત્રણ ચાર દિવસથી જોવા મળી રહ્યાં છે. જેમાં મુખ્ય વાત કરવામાં આવે તો સચિન ઈન્ડસ્ટ્રીયલ કો.ઓ સોસાયટીના મહિલા પ્રમુખના ધણીના ખાતા પાસેનો માર્ગ અને 43 બી તેમજ 43 ઈની પેટા ગલીઓમાં કિચડના થથેડાં બાજી ગયાં છે. કેટલાંય બાઈકર્સ સ્લીપ થઈ જતાં હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.

વરસાદી પાણીનો નિકાલ આજેપણ ચોક્કસ રીતે થતો હોય તેવું દેખાતું નથી એટલે છેલ્લાં 3 થી 4 વર્ષ દરમિયાન સચિન જીઆઈડીસીના ઉદ્યોગકારોને જે વરસાદી પાણીના ભરાવાને કારણે સમસ્યાઓ નડી હતી તે આ વર્ષે પણ નડશે તેવું સ્પષ્ટ રીતે જણાય રહ્યું છે. આ મુદ્દે સચિન જીઆઈડીસીના અગ્રણી ઉદ્યોગકારો માજી સેક્રેટરી મયૂર ગોળવાલા અને માજી પ્રમુખ નિલેષ ગામીની અધ્યક્ષતામાં નોટીફાઈડ ચીફ ઓફિસર સુદિપરંજન દાસને મૌખિક રજૂઆત કરવા જવાના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button