સુરત
તિરંગા અભિયાનમાં વધુ લોકોને જોડાવા માટે વાસ્તુ ટ્રસ્ટે તિરંગાની સાથે વિના મુલ્યે ઘીની કરી વહેંચણી
સુરત : આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયુ છે. જેથી સવારથી અનેક ઘર, ઓફિસો, ઈમારતોની બહાર તિરંગો લહેરાયો છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલ વાસ્તુ ચેરિટેબલ ટ્રસ્ટે પણ આ અભિયાન માં જોડાઈને વધુમાં વધુ ઘરને હર ઘર તિરંગા અભિયાન જોડાવા પ્રેરિત કરવું એવું નક્કી કર્યું
જેના અંતર્ગત વાસ્તુ ટ્રસ્ટના સભ્યો દ્વારા દરેક ઘર ને તિરંગા ની સાથે વાસ્તુ ઘીના 1000 પાઉચ વિના મુલ્યે વહેંચવામાં પણ આવ્યા હતા અને દરેક પરિવારને પોતાના ઘરે તિરંગા લહેરાવાની અપીલ કરી.