૭૫ માં આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે ત્રિરંગા યાત્રા નું આયોજન
આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ જતા સમગ્ર દેશમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત તિરંગાયાત્રાનું પણ ભવ્ય આયોજન થઈ વિધાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અને અન્ય લોકો જોડાયા હતા.
લગભગ તમામના હાથમાં એક સાથે તિરંગો લહેરાતા અદભૂત નજારો જોવા મળ્યો હતો. આખા વિસ્તારમાં માત્ર તિરંગા અને તિરંગા જ જોવા મળ્યા હતા. તિરંગાના અવકાશી દ્રશ્ય સૌ કોઇને ચકીત કરી દે તેવા હતા વિદ્યાર્થીઓએ તો તિરંગાયાત્રામાં ચાર ચાંદ લગાવી દીધા છે.
સચીન જીઆઇડીસી ના માજી પ્રમુખ નિલેશ ગામી મંત્રી મયુર ગોળવાલા તથા ઉદ્યોગકાર કિશોર પટેલ અને નીરવ સભાયા દ્વારા સચિન લક્ષ્મીવિલામા આવેલ ગજેરા વિદ્યા સ્કૂલ ના બાળકો ને તિરંગા સ્પોન્સર કર્યા હતા.
વધુમાં રેલી ગજેરા વિદ્યા સંકુલ થી સચિન ચાર રસ્તા સુધી ગઈ હતી અને ત્યાં રેલીનું સ્વાગત સ્થાનિક કોર્પોરેટરો તથા સરપંચો દ્વારા કરવામાં આવ્યું હતું..