એજ્યુકેશનસ્પોર્ટ્સ

રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીએ તાઈકવાન્ડો ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

સુરત : એસ.જી.એફ.આઈ સંચાલિત ટેક્વોન્ડો ચેમ્પિયનશિપ તારીખ ૨૧ થી ૨૫ ઓક્ટોબર ૨૦૨૩ દરમ્યાન યોજવામાં આવેલ હતી.જેમાં ઉગત-કેનાલ રોડ, જહાંગીરાબાદ, સુરત સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલનાં સી.બી.એસ.ઈ બોર્ડનાં ધોરણ-૭માં અભ્યાસ કરતાં કવિશ ભરૂચવાળાએ ભાગ લીધેલ હતો.

આ સ્પર્ધાનાં પરિણામ રૂપે કવિશ ભરૂચવાળાએ રજત પદક પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું. આ સિદ્ધિનો તમામ શ્રેય શાળાનાં સ્પોર્ટ્સ કો-ઓર્ડીનેટર અને શાળાનાં ટેકવોન્ડો કોચ ભૂપેન્દ્ર ચૌહાણને જાય છે; જેમણે વિજેતા થયેલ વિદ્યાર્થીમિત્રોને શાળાનાં મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેકટર આશિષ વાઘાણી તથા પ્રિન્સિપાલ તૃષાર પરમાર પ્રોત્સાહન પૂરું પાડ્યું તેમજ તેઓને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી કે તેઓ આવી જ રીતે આગળ વધતા રહે અને શાળાનું નામ રોશન કરતાં રહે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button