ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ (C.B.S.E)નાં વિદ્યાર્થીઓની ધોરણ 10 અને ધો.12 (બોર્ડ) સાયન્સ/કોમર્સ પરિણામ માં અભૂતપૂર્વ સફળતા
“પ્રસ્વેદની છે તાકાત અદભુત નસીબને બદલવાની,
કર્મપથ પર સદાય ટકી રહેનારને સફળતા મળે છે. “
સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ તારીખ 22/07/2022 ને શુક્રવારે CBSE બોર્ડ દ્વારા જાહેર થયેલ ધોરણ 10 અને ધો.12 (બોર્ડ) સાયન્સ/કોમર્સ પરિણામ માં અભુતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવેલ છે. ધોરણ 10 ના કુલ 31 વિદ્યાર્થી, ધોરણ 12 કોમર્સ ના કુલ 10 વિદ્યાર્થી તેમજ ધોરણ 12 સાયન્સ ના કુલ 21 વિદ્યાર્થી A1 ગ્રેડ મેળવી સમગ્ર સુરતમાં અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ (C.B.S.E) એ ફરી એક વખત સાબિત કરી બતાવ્યુ છે કે આ શાળાએ રમત-ગમત ની સ્પર્ધાઓમાં રાજ્યકક્ષા તથા નેશનલ કક્ષા શ્રેષ્ઠ પુરસ્કારો મેળવેલ છે તેની સાથે સાથે શાળા ના બોર્ડ પરિણામ માં પણ હાર માને તેમ નથી. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ પરિણામ માં સમગ્ર સુરતમાં સાયન્સ ના પરિણામ માં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ (C.B.S.E) બીજા ક્રમાંક પર છે તેમજ ધોરણ 10 અને 12 માં સતત 4 વર્ષ થી 100% પરિણામ લાવી વિદ્યાર્થીના ઉચ્ચ ધ્યેય પૂર્ણ કરવામાં અને વાલીના સેવેલા સ્વપ્ન પુર્ણ કરવામાં શાળાનો અથાગ પ્રયત્ન કરેલ છે
આ સાથે 15 વિદ્યાર્થીઓ 85 PR થી વધુ મેળવેલ છે. શાળામાંથી 63 વિદ્યાર્થીઓ 9૦% PR થી વધુ ગ્રેડ સાથે ઉતીર્ણ થયેલ છે.
આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી તે બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા , ડાઇરેક્ટર શ્રી આશિષભાઈ વાઘાણી અને શાળા આચાર્ય તૃષાર પરમાર દ્વારા વિદ્યાર્થી , વાલીમિત્રો તથા શિક્ષકગણને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ છે.