શ્રી સ્વામિનારાયણ એકેડેમી(CBSE) 100% રિઝલ્ટ
અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડેમી(CBSE) દિન પ્રતિદિન શિક્ષણ જગતમાં જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારોનો ત્રિવેણી સંગમ બની રહી છે. શાળા અનેક સિદ્ધિઓ દ્વારા હરહંમેશ મોખરા નું સ્થાન જાળવવામાં સક્ષમ રહી છે. હાલ ધોરણ 12 ના જાહેર થયેલ પરિણામમાં શાળા 100% રિઝલ્ટ જાળવવામાં સફળ રહી છે.
કુલ 160 વિદ્યાર્થીઓમાંથી 55 વિદ્યાર્થીઓ 90% થી ઉપર તેમજ તમામ બાળકો 60%થી ઉપર પરિણામ મેળવી સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે. ખાસ નોંધવાલાયક બાબત તો એ કે મોટાભાગના બાળકો નર્સરી થી આ શાળામાં હતા આમ 15 વર્ષથી શાળા સાથે જોડાયેલ બાળકો વાલીઓનો પરિણામ થતી વિશ્વાસ સંપાદિત કરવામાં શાળા પરિવાર સફળ રહી છે.
શાળા, શિક્ષકો, વાલી અને વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસ અને સહકારનું પ્રત્યક્ષ અને ઉમદા દ્રષ્ટાંત જોઈ શકાય છે. શાળાના સંસ્થાપક સ્વામી શ્રી હરિવલ્લભદાસજી, સંચાલક દિનેશભાઈ તેમજ સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીઓને ઉમદા ભવિષ્ય માટે શુભેચ્છા તેમજ આશિષ પાઠવેલ છે.