સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ– સુરત બ્રાંચ ઓફિસના સંયુકત ઉપક્રમે સોમવાર, તા. ર૦ માર્ચ ર૦ર૩ ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ બિલ્ડીંગ, નાનપુરા, સુરત ખાતે BIS on QCO of Polyester Fibers વિષય પર જનજાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ– સુરતના સિનિયર ડાયરેકટર અને હેડ એસ.કે. સિંઘ તથા જોઇન્ટ ડાયરેકટર શીખા રાણા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપશે.
આ સત્રમાં ઉદ્યોગકારોને પોલિએસ્ટર અને ટેક્ષ્ટાઇલ્સ અંગેના કવોલિટી કન્ટ્રોલ ઓર્ડર વિષે માહિતગાર કરવામાં આવશે. કવોલિટી કન્ટ્રોલ ઓર્ડરમાં જણાવ્યા મુજબ બીઆઇએસ દ્વારા જારી કરવામાં આવેલા IS કોડ જેવા કે IS 1726:2022 માં દર્શાવેલા ૧૦૦ ટકા પોલિએસ્ટર સ્પન ગ્રે અને વ્હાઇટ યાર્ન સ્પેસિફિકેશન તથા IS 1787:2022 માં દર્શાવેલા પોલિએસ્ટર ટેક્ષ્ચ્યુરાઇઝડ યાર્ન સ્પેસિફિકેશન વિષે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગકારોને વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત બીઆઇએસ દ્વારા કાપડ ઉત્પાદનોની વિવિધ પ્રોડકટ્સ અંગે જે સ્ટાન્ડર્ડાઇઝેશન અને કવોલિટી સર્ટિફિકેશન આપવામાં આવે છે તેના વિષે વિસ્તૃત સમજણ આપવામાં આવશે.
આ સત્રમાં જોડાવવા માટે ગુગલ લીન્ક http://bit.ly/3ZPqC9w પર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.