એજ્યુકેશનસુરત

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગરના હોદ્દેદારોની નિયુક્તિ થઈ

સુરત મહાનગર ના 4 ઝોનમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના પદાધિકારીઓ ને જવાબદારી સોંપવામાં આવી

સુરત ખાતે આયોજિત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગર ની કારોબારી અને જનરલ સભા ગુજરાત પ્રાંતના અધ્યક્ષશ્રી ભીખાભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળી હતી જેમાં સર્વ સંમતિથી સુરત મહાનગર અને 4 ઝોન ના પદાધિકારીઓની સર્વ સંમતિથી 3 વર્ષ માટે વિવિધ પદો પર નિમણુક કરવામાં આવી. જેને જનરલ સભામાં બહાલી આપવામાં આવી.

સદર કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના અધ્યક્ષશ્રી ભીખાભાઈ પટેલ, સંઘઠન મંત્રી સરદારસિંહ મચ્છાર, ઉપાધ્યક્ષ બાબુભાઈ રબારી, મહામંત્રી અનિરુદ્ધસિંહ સોલંકી, સહસંઘઠન મંત્રી પરેશભાઈ પટેલ, મંત્રી જીગ્નેશભાઈ પટેલ, દક્ષિણ સંભાગના સંઘઠન મંત્રી દીપેશભાઈ ભગત, રૂપાબેન વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં સુરત મહાનગરમાં જવાબદારીના ભાગ સ્વરૂપે મહેશભાઈ પટેલ ને અધ્યક્ષ, દિનેશભાઈ વાઘ ને મહામંત્રી, જીગ્નેશભાઈ ઠાકરને સંઘઠન મંત્રી, હિતેશભાઈ દુધાત ને વરિષ્ઠ ઉપાધ્યક્ષ, શફીકભાઈ શેખ ને ઉપાઘ્યક્ષ, સ્નેહલબેન પટેલ ને મહિલા ઉપાઘ્યક્ષ, રાકેશભાઈ પાઠકને સહમંત્રી, અલ્પાબેન સુરેજા ને મહિલા સહમંત્રી, રામગીરીભાઈ ગોસ્વામી ને કોષાધ્યક્ષ, રમેશચંદ્ર પટેલ ને આંતરિક ઓડિટર, ચંદુભાઈ લિમજે ને પ્રચારમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવેલ છે.

ઉધના – અઠવા ઝોન માં અશોકભાઈ ત્રિવેદી ને અધ્યક્ષ, રાકેશભાઈ પાટીલ ને મહામંત્રી,હિતેન્દ્રભાઇ પંડ્યા ને સંઘઠન મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે.

રાંદેર – સેન્ટ્રલ ઝોનમાં અધ્યક્ષ તરીકે તરલભાઇ પટેલ, મહામંત્રી અમિતભાઈ ટેલર, સંઘઠન મંત્રી યજ્ઞેશ પટેલ ની નિયુક્તિ કરવામાં આવેલ છે.

વરાછા – કતારગામ ઝોનના કિરીટભાઈ પટેલ નેઅધ્યક્ષ, દેવેન્દ્રભાઈ પટેલ ને મહામંત્રી અને ઉમેશભાઈ ચૌધરી ને સંઘઠન મંત્રી તરીકે દાઇત્વ આપવામાં આવેલ છે.

લિંબાયત ઝોનમાં અધ્યક્ષ પદે સુનિલભાઈ નેહતે, મહામંત્રી તરીકે સુરેશભાઈ જોષી તેમજ સંગઠન મંત્રી તરીકે રામદાસભાઈ ઠાકરે ને દાઈત્વ સોપવામાં આવેલ છે. આ સાથે દરેક ઝોનમાં કુલ 11 હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવેલ છે.

ઉપરોક્ત તમામ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પરિવારના હોદ્દેદારો મા ભારતી ની સેવામાં કાર્યરત રહેવા ની સાથે શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવો વિશ્વાસ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત ના અધ્યક્ષશ્રી ભીખાભાઈ પટેલ દ્વારા મહાસંઘ ના સદસ્ય ભાઈ બહેનોને આપવામાં આવ્યો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button