સુરત

સુરતઃ નવનિયુક્ત મંત્રીઓ સહિત ધારાસભ્યોનુ સમ્માન અભિવાદન કરવામાં આવ્યું

સુરત. ગુજરાત વિધાનસભા ચુંટણી માં રાજ્યના ઇતિહાસમાં ­ પ્રથમ વખત ગુજરાત ભારતીય જનતા પાર્ટી દ્વારા અગાઉના તમામ રેકોર્ડ તોડીને ૧૫૬ સીટો પર ઐતિહાસિક જીત મેળવી છે. નનુભાઈ સાવલીયાના સુખરામ ગ્રુપ દ્વારા ­ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, નવનિયુક્ત મંત્રીઅો અને ધારાસભ્યોનો સમ્માન અભિવાદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

કોસમાડી ગામ કેનાલ રોડ ખાતે આવેલ સુખરામ વાટીકા ફાર્મ ખાતે શનિવારે સાંજે ગુજરાત ­પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના ગૌરવવંતા સમ્માન સમારોહનું આયોજન કરવમાં આવ્યુ હતું. કાર્યક્રમનાં આયોજન નનુભાઈ સાવલીયાનાં જણાવ્યા અનુસાર ગુજરાતના ઇતિહાસમાં ­ પ્રથમ વખત ભારતીય જનતાપાર્ટી દ્વારા ૧૫૬ સીટો પર ભવ્ય જીત મેળવીને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાંખવામાં આવ્યા છે. આ ઐતિહાસીક જીત અપાવનાર પેજ સમિતિનાં માર્ગદર્શક ઍવા ગુજરાત ­દેશ અધ્યક્ષ અને નવસારીનાં સાંસદ સી.આર.પાટીલનું સમ્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ ­સંગે નવનિયુક્ત મંત્રીઅો અને ધારસભ્યોનું પણ વિશેષ સમ્માન સમારોહ આયોજિત કરાયો હતો. જેમાં કનુભાઈ દેસાઈ ( કેબીનેટ મંત્રી નાણા-ઉર્જા), રાઘવજીભાઈ પટેલ ( કેબીનેટ મંત્રી કૃષી -પશુપાલન)., ­પ્રફુલ્લભાઈ પાનશેરીયા ( મંત્રી રાજ્ય કક્ષા શિક્ષણ-સંસદીય બાબતો), મુકેશભાઈ પટેલ ( મંત્રી રાજ્ય કક્ષા વન-પર્યાવરણ), કુંવરજીભાઈ હડપતી ( મંત્રી રાજ્ય કક્ષા આદિજાતી વિકાસ-શ્રમ), કૌશિકભાઈ વેકરીયા ( ઉપદંડક ગુજરાત વિધાનસભા), કાતીભાઈ બલર (ધારાસભ્ય સુરત ઉત્તર) નું પણ સમ્માન સમારોહ આયોજિત કરાયો હતો.

કાર્યક્રમમાં સન્માનનીય મહાનુભવ દર્શનાબેન જરદોષ ( રેલવે અને કપડા રાજ્ય મંત્રી ભારત સરકાર) , હેમાલીબેન બોઘાવાલા ( મેયર), ગણપતભાઈ વસાવા (ધારસભ્ય માંગરોલ), જીતુભાઈ વાઘાણી (ધારાસભ્ય ભાવનગર) પુર્ણેશભાઈ મોદી (ધારાસભ્ય સુરત પશ્ચિમ), ઇશ્વરભાઈ પરમાર ( ધારાસભ્ય બારડોલી), સંગીતાબેન પાટીલ (ધારાસભ્ય લિંબાયત.

જનકભાઈ બગદાણા ( ­પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ), ભરતભાઈ બોઘરા ( ­પ્રદેશ ઉપાધ્યક્ષ), મહેન્દ્રભાઈ પટેલ ( ­પ્રદેશ ઉપાધ્યક્ષ) રઘુભાઈ હુંબલ ( ­પ્રદેશ ઉપાધ્યક્ષ), ­ પ્રશાંતભાઈ કોરાટ ( પ્રદેશ યુવામોર્ચા અધ્યક્ષ), નિરંજનભાઈ ઝાંઝમેરા ( સુરત શહેર ભાજપા અધ્યક્ષ), દિનેશભાઈ જોધાણી ( ડેપ્યુટી મેયર સુરત), પરેશભાઈ પટેલ ( સ્થાયી સમિતિ અધ્યક્ષ સુરત), અમિતસિંગ રાજપુત ( નેતા શાસકપક્ષ સુરત મહાનગર પાલિકા) રાજકીય અતિથિ તરીકે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ગૌરવવંતા સમ્માન સમારોહના મુખ્ય અતિથિ ઍવા ગુજરાત ­ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ને ઐતિહાસિક ૧૫૬ સીટો પર ભવ્ય જીત મળી છે તે માટે સમ્માનના ­ પ્રથમ હક્કદાર દેશના પ્ર­ધાનમંત્રી અને રાજયના પુર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશનાં ગૃહમંત્રી અમિતભાઈ શાહ છે. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા, પેજ ­ પ્રમુખોની સખત મહેનતનું પરિણામ છે.

ભારતીય જનતા પાર્ટી જે વચનો આપે છે તેને પુરા કરી બતાવે છે. ભાજપા ના શાસન માં જે કામોનું ભુમિપુજન થાય છે તે કામોનું લોકાર્પણ પણ કરવામાં આવે છે. તેમજ કોરોનાકાળ દરમ્યાન ભાજપના કાર્યકર્તાઅો દ્વારા કરવમાં આવેલી સેવાભાવના જાઈને મતદારોઍ પણ ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ દાખવ્યો છે. જે ­ પ્રમાણે વિધાનસભા ચુંટણીમાં કાર્યકર્તાઅો અને મતદારોએ ભાજપા ને જીત અપાવી છે તેથી પણ વધુ ભવ્ય જીત હવે આગામી ૨૦૨૪ ની લોકસભા ચુટણીમાં અત્યારથીજ ભાજપના કાર્યકર્તા અને પદાધિકારીઅો ચર્ચા વિચારણા કરી કામે લાગી ગયા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button