ગુજરાતસુરતહેલ્થ

સુરતઃ નર્સિંગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ઈક્બાલ કડીવાલાને એક્સેલન્સ એવોર્ડ

વિશ્વ આરોગ્ય સંગઠનની સ્થાપનાના 75 વર્ષ અને વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે વિશેષ સન્માન

વિશ્વ આરોગ્ય સંગઠન- WHOની સ્થાપનાના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ડાયમંડ જ્યુબિલી વર્ષની ઉજવણી તેમજ તા.૭ એપ્રિલ- વિશ્વ આરોગ્ય દિવસની ‘સમર્પણ દિવસ’ તરીકે ઉજવણીના ભાગરૂપે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા નવી દિલ્હી ખાતે આયોજિત સમારોહમાં ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ અને ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલના સભ્યશ્રી ઈકબાલ કડીવાલાને કેન્દ્રીય આયુષ અને મહિલા, બાળ કલ્યાણ રાજ્ય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરાના હસ્તે તેમની ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાકીય કામગીરી બદલ એક્સેલન્સ એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરાયા હતા.

દેશમાંથી સૌપ્રથમવાર ૧૧ નર્સિંગ ઓફિસરોને તેમની ઉત્કૃષ્ટ આરોગ્યલક્ષી સેવા અને કામગીરીને ધ્યાનમાં લઈને એક્સલન્સ એવોર્ડ આપીને બહુમાન કરાયું હતું, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર શ્રી ઈકબાલ કડીવાલાની એવોર્ડ માટે પસંદગી થઈ હતી. જે બદલ આરોગ્ય અને સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવો, અધિકારીઓ, આરોગ્યકર્મીઓ પ્રતિનિધિઓએ અભિનંદનની પાઠવ્યા હતા.

નવી દિલ્હી સ્થિત સ્થિત વર્લ્ડ હેબિટેટ સેન્ટરના ગુલમોહર ઓડિટોરિયમમાં ‘હેલ્થ ફોર ઓલ’ ની થીમ પર આયોજિત સમારોહમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-IMAના પ્રમુખ ડો. શરદકુમાર અગ્રવાલ, IMAના સેક્રેટરી જનરલ અને ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલના એક્ઝિક્યુટિવ મેમ્બર ડો.અનિલકુમાર જે. નાયક, નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનના ચેરમેન ડો.અભિજીત શેઠ, WHO ના કન્ટ્રી હેડ અને ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલના પ્રમુખશ્રી પી. દિલીપકુમાર આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે INC ના પ્રમુખશ્રી ડો.દિલીપ કુમારે જણાવ્યું હતું કે, દેશના ઈતિહાસમાં પ્રથમવાર ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માટે ૧૧ નર્સિંગ ઓફિસરોને એવોર્ડ એનાયત થવા એ ગૌરવની ક્ષણ છે. કારણ કે ઇતિહાસમાં પ્રથમવાર નર્સિંગ કાઉન્સિલના ઓફિસરોનું રાષ્ટ્રીય લેવલે સન્માન થયું છે. જેની સરાહના કરી એવોર્ડ મેળવનાર આરોગ્ય ક્ષેત્રના આ સેનાનીઓને અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે, વર્ષ ૨૦૧૦માં રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત કરનાર શ્રી ઈકબાલ કડીવાલાએ તેમની ત્રણ દાયકાની સુદીર્ઘ સેવાસફર દરમિયાન પ્લેગ, પૂર, ભૂકંપ, કોરોના મહામારી, બ્લડ ડોનેશન અને મેડિકલ કેમ્પ આયોજન તેમજ બાળકો માટે શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button