ગુજરાતસુરત

સુરતઃ મજૂરાગેટના આકાશગંગા એપાર્ટમેન્ટની લિફ્ટમાં માસૂમ સહિત ચાર વ્યક્તિઓ ફસાયા, ફાયર બ્રિગેડે  તમામને સહી સલામત બહાર કાઢ્યા

તમામ વ્યક્તિઓને સહી સલામત રીતે બહાર કાઢતા એપાર્ટમેન્ટના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો

સુરત શહેરના  મજુરાગેટ ફાયર સ્ટેશનની બાજુમાં આવેલા આકાશ ગંગા એપાર્ટમેન્ટની લિફ્રૂટ માં જૈન પરિવારના ચાર વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. જેને લઈને અફરાતફરી મચી હતી. જો કે નજીકમાં જ આવેલા મજુરા ફાયર સ્ટેશનના ઇન્ચાર્જ ફાયર ઓફિસ૨ તથા તેમના સ્ટાફે સ્થળ પર પહોંચી તમામને સહી સલામત રીતે માસુમ બાળક સહિત ચારેયને બહાર કાઢ્યા હતા.

આ અંગે ફાયર બ્રિગેડ સૂત્રોના જણાવ્યા અનુસાર મજૂરાગેટ ફાયર સ્ટેશનની બાજુમાં આકાશગંગા એપાર્ટમેન્ટ આવેલું છે . આ એપાર્ટમેન્ટમાં લિફ્ટનું મેન્ટેનન્સનું કામ ચાલુ હતું. આ દરમિયાન રાકેશ જૈન (ઉ.વર્ષ૩૩) દિનેશ જૈન(ઉ.વર્ષ૦૨) પુષ્પાબેન જૈન (ઉ.વર્ષ ૬૩) ધવલ જૈન(ઉ.વર્ષ૧૨) વિગેરે આ લિફ્ટમાં જતા હતા ત્યારે બીજા અને ત્રીજા માર્ગની વચ્ચે લિફૂટ અચાનક બંધ પડી જતા તેઓ ફસાઈ ગયા હતા.

જોકે સદનસીબે આ લિફ્ટ જાળી વાળી હોવાથી શ્વાસની ગૂંગળામણનો પ્રશ્ન ઊભો થયો ન હતો અને તાકી દેબનાવની જાણ મનપાના ફાયર કંટ્રોલને કરવામાં આવતા મજૂરા ગેટ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ઓફિસર નીલેશ દવે તથા તેમના સ્ટાફને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા . સાથે ફાયર બ્રિગેડ અને એપાર્ટમેન્ટની દીવાલ પણ એક જ હોય કર્મચારીઓ દોડતા પણ પહોંચી ગયા હતા. તેઓએ પહોંચીને તમામ વ્યક્તિઓને સહી સલામત રીતે બહાર કાઢતા એપાર્ટમેન્ટના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button