ક્રાઇમગુજરાતસુરત

સુરતઃ લિંબાયત લૂંટનો મામલો ઉકેલાયો, દુકાનમાં મોટી રકમ જોઈ લૂંટનો પ્લાન બનાવ્યો હતો

બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે

ચાર દિવસ પહેલા લિંબાયત વિસ્તારમાં ત્રણ અજાણ્યા શખ્સોએ મની ટ્રાન્સફરની દુકાનમાં ઘૂસીને દુકાનદારને બંદૂક બતાવી લૂંટને અંજામ આપ્યો હતો. આ મામલો પોલીસે ઉકેલી લીધો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચ પોલીસની જુદી જુદી ટીમો તપાસ કરી રહી હતી ત્યારે ટેકનીકલ અને માનવ માનવ બાતમીના આધારે ઘરફોડ ચોરી સ્કવોડની ટીમે લૂંટના આરોપી સોનુકુમાર દાનપાલ વર્મા (રહે. 243 મહાદેવનગર) અને અભિષેક સિંઘ ઉર્ફે ચાઈનીઝ તેજબહાદુર સિંહ (રહે. અખંડાનંદ વેડ રોડ અખંડાનંદ કોલેજની બાજુમાં)ની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી એક એક્સેસ મોપેડ અને રૂ. 24000 રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે 04 એપ્રિલ 2023 ના રોજ, આરોપી લિંબાયત વિસ્તારમાં બેંક ઓફ બરોડા ગ્રાહક સેવા કેન્દ્રમાં ઘૂસી ગયો હતો અને ફરિયાદીને છાતી અને પગ પર પિસ્તોલ લગાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ટેબલ પરથી રોકડ લૂંટી હતી.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી સન્ની ઉર્ફે પ્રધાન અગાઉ ડિંડોલી વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડા ગૃહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં પૈસા ટ્રાન્સફર કરવા ગયો હતો, જ્યારે તેણે દુકાનમાં મોટી રકમ જોઈ તો તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. 4ના રોજ દુકાનની આસપાસ રેકી કરી હતી અને સાંજે સોનુ વર્મા, સની પ્રધાન અને અભિષેક ચાઈનીઝ મોપેડ પર સવાર થઈને દુકાનમાં પ્રવેશ્યા હતા. સન્ની ઉર્ફે પ્રધાને ફરિયાદીના માથા પર પિસ્તોલ તાકી અને ટેબલ પરથી રોકડની લૂંટ કરી નાસી ગયો હતો. પોલીસે આરોપી સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button